- ગત 5 ફેબ્રુઆરીના રોજ બનેલા બનાવ અંગે ફતેગંજ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી.
- પોલીસ કમિશનરના હુકમને આધારે મહંમદજાહીદ પઠાણની અટક કરી રાજકોટ જેલમાં મોકલાયો.
- ફતેગંજ પોલીસ દ્વારા મિશન ક્લિન વડોદરા અંતર્ગત ટી.આર. પટેલ સ્કૂલમાં સેમિનાર યોજાયો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગત તા. 5 ફેબ્રુઆરીના રોજ સાડા આઠ વાગ્યાના અરસામાં એક યુવતીની છેડતી કરી ધાક ધમકી આપનાર શખ્સને પાસા કરવામાં આવે તેવી ફતેગંજ પોલીસની દરખાસ્તને પોલીસ કમિશનરે મંજુર કરી હતી. જેના પગલે શખ્સની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ ફતેગંજ પોલીસ દ્વારા ટી. આર. પટેલ સ્કૂલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં નોકરી પરથી પરત આવી રહેલી એક યુવતીનો નવાયાર્ડના રોશનનગરમાં રહેતાં 23 વર્ષિય મહંમદજાહીદ નબજુલ હસન પઠાણે પીછો કર્યો હતો. યુવતીની એક્ટિવા રોકીને જાહેરમાં મહંમદજાહીદે તેનો હાથ પકડી લીધો હતો. યુવતીની જાહેરમાં જાતીય સતામણી કર્યા બાદ તેણે અપશબ્દો બોલ્યો હતો. અને ધાકધમકીઓ આપી હતી.
બનાવ અંગે યુવતીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને ગંભીરતાથી લેતાં ફતેગંજ પોલીસ દ્વારા મહંમદજાહીદ પઠાણને પાસા કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે દરખાસ્ત મંજૂર કરી હુકમ કરતાં મહંમદજાહીદ પઠાણની અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
યુવતીની છેડતી કરનારને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં ફતેગંજ પોલીસ મથકના પી.આઈ. એ. બી. જાડેજા, પી.આઈ.ના પર્સનલ રાઈટર હે.કો. શક્તિસિંહ નટુભા, એલ.આર.ડી. નરેશભાઈ સામંતભાઈ સહિતના સ્ટાફે સારી કામગીરી કરી હતી.
તદ્ ઉપરાંત આજરોજ ફતેગંજ પોલીસ દ્વારા મિશન ક્લીન વડોદરા અંતર્ગત સરદારનગર ખાતે આવેલી ટી. આર. પટેલ સ્કૂલમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર સ્કૂલના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને ડ્રગ્સ તેમજ વ્યસનના કારણે થતાં રોગો, ગેરલાભ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ક્યાંય નશાકારક પદાર્થનું વેચાણ થતું હોય તો એ અંગે પોલીસને જાણ કરવા માટે સમજ આપવામાં આવી હતી.
સેમિનારમાં મ.પો.કમી. એ ડિવિઝન ડી. જે. ચાવડા, ફતેગંજ પી.આઈ. એ.બી.જાડેજા, એ.એસ.આઈ વનરાજસિંહ નટવરસિંહ અને શી ટીમ હાજર રહ્યા હતાં.
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર તું ફેસબુક પર વિદેશની છોકરીઓ સાથે ચેટિંગ શું કામ કરે છે?
ટાઈગર – દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સારા થાય એ માટે…
પકડું – પણ, તારું અંગ્રેજી તો સારું છે નહીં…
ટાઈગર – ગુગલ ગુજરાતીનું અંગ્રેજી કરી આપે છે એટલે એનો આભાર…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz