- લગ્નની કંકોતરી આપવા ગયેલાં મહિલા પણ દાઝ્યા.
- વડોદરાના ગાજરાવાડી ગોમતીપુરા વિસ્તારનો બનાવ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । આજે સવારે ગાજરાવાડી વિસ્તારના ગોમતીપુરા ખાતેના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને પગલે એક બાળક, બે મહિલા સહિત 4 જણા દાઝ્યા હતાં. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રચંડ બ્લાસ્ટને પગલે વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
આજે સવારે ભારતીબહેન રમેશભાઈ લીમ્બચીયા તેમના ઘરે લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હોઈ કંકોતરી આપવા માટે ગોમતીપુરામાં રહેતાં વિકીભાઈ પટેલના ઘરે ગયા હતાં. ઘરમાં વિકીભાઈ તેમના પત્ની જ્યોતિબહેન અને બાળક વૃતાંશ હાજર હતાં. દરમિયાનમાં ગેસ સળગાવવા જતાં લિકેજને કારણે સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ થતાં જ આસપાસના મકાનોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં ફ્રીજ – ટીવી સહિતની ઘરવખરી સળગી ગઈ હતી. આ બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
બનાવમાં ઘરમાં હાજર બાળક સહિતના ચારેય શખ્સો આગની ઝાળ લાગવાને કારણે દાઝ્યા હતાં. તેઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz