- કોરોના માત્ર શુક્રવારી બજારથી જ ફેલાય છે? ગરીબોનો વેધક પ્રશ્ન.
- અઠવાડિયામાં એકવાર ભરાતું બજાર છેલ્લાં ચાર શુક્રવારથી બંધ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શહેરમાં માત્ર અઠવાડિયે એક જ વાર ભરાતાં શુક્રવારી બજારને જાણે “સત્તાધારી શનિઓની પનોતી” નડી રહી હોય એમ લાગે છે. સતત ચાર અઠવાડિયાથી કોરોનાના નામે બંધ કરાવી દેવામાં આવતાં શુક્રવારી બજારને આજે પણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જેને પગલે ગરીબ વેપારીઓએ તંત્રની વિરુદ્ધ છાજીયા કુટી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, એમ કહેવાય છે કે, શનિની પનોતી નડતી હોય તો ઉંટ પર બેસેલાને પણ કૂતરું કરડી જાય… એવા ઘાટ સર્જાયા હતાં. અત્રે માત્ર જાણ ખાતર, મુખ્યમંત્રી દ્વારા આજે શહેરમાં વિવિધ 1129 કામો માટે રૂ. 62.53 કરોડ રૂપિયાને મંજુરી આપી છે.
શહેરમાં લગભગ 100 વર્ષથી મહિનામાં માત્ર ચાર વખત ભરાતા શુક્રવારી બજાર પર સત્તાધારીની વક્રદ્રષ્ટિ પડી હોય એમ લાગે છે. શહેરમાં રોજ મોલ હોય કે મંગળબજાર લોકોની ભીડ ભેગી થતી હોય છે. ત્યાં કોરોના ગાઈડલાઈનનું પાલન કેટલું થાય છે? એ પણ મહત્વનો પ્રશ્ન છે. છતાં માત્રને માત્ર કોરોના સંક્રમણના નામે શુક્રવારી બજારને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે? એ તો અયોધ્યામાં બિરાજીત શ્રી રામ જાણે અથવા તો સૂરસાગર મધ્યે બિરાજીત શ્રી સર્વેશ્વર મહાદેવ જાણે.
છેલ્લાં ચાર અઠવાડિયાથી સરકારી તંત્રો દ્વારા સત્તાના જોરે શુક્રવારી બજાર બંધ કરાવવામાં આવતું હોવાથી, ગરીબ વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે સવારે શુક્રવારી બજારમાં વેપાર કરવા આવેલા ગરીબ વેપારીઓને પોલીસે દંડા બતાવીને બંધ કરાવ્યા હતાં. જેને પગલે મહિલા વેપારીઓ દ્વારા છાજીયા કૂટવામાં આવ્યા હતાં.
ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની કચેરી સુધી પગપાળા પહોંચીને હૈયાવરાળ પણ ઠાલવવામાં આવી હતી. જોકે, હાલના તબક્કે આગામી શુક્રવારે બજાર ભરાશે એ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો હોય એવી કોઈ જાણકારી પ્રાપ્ત થતી નથી. શક્ય છે કે, સ્માર્ટ સિટીના ઠેકેદારો વર્ષ 2047માં શુક્રવારી બજારને ઓનલાઈન કરવાનું વિચારી રહ્યા હોય. કંઈ કહેવાય નહીં…
(આજનો Funrang જોક)
(ટાઈગર મોં લટકાવીને બેઠો હતો. ત્યાં એક વડીલ આવ્યા)
વડીલ – ટાઈગર શું થયું? કોઈ ટેન્શન છે?
ટાઈગર – ટેન્શન તો નથી કાકા. . .
વડીલ – જે વાત હોય મને જણાવ. . . હું રસ્તો કાઢી આપીશ.
ટાઈગર – કાકા, એમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું. . . કંઈ સમજાતું નથી કે શું કરું. . .
વડીલ – એમાં શું મુંઝાવાનું. . . જા એના બાપાને ચા – નાસ્તો કરવા લઈ જા. . . અને લગ્નની વાત કરી નાંખ. . .
ટાઈગર – (ઉભો થઈ જાય) ચાલો કાકા. . . ચા – નાસ્તો કરવા. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz