- દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે સર્જાયેલો ગજબનો અકસ્માત.
- ગણતરીની પળોમાં ઘોડો સ્વસ્થ થઈ જતાં માલિકને રાહત થઈ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | શહેરમાં રખડતાં ઢોરને કારણે રાહદારી વાહનચાલકોને અકસ્માત નડતો હોય છે, પરંતુ પહેલીવાર વાહનચાલકને લીધે ઘોડાગાડીને અકસ્માત નડ્યો હોવાનો કિસ્સો વડોદરામાં બનવા પામ્યો છે.
શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા બાબતે છેલ્લા કેટલાંક દિવસોથી કોઈ ચર્ચા સાંભળવા મળતી નથી. આમેય મેયર સહિતના અગ્રણીઓ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વ્યસ્ત થઈ રહ્યાં છે. ત્યારે હવે કેટલાંક મહિનાઓ રખડતાં ઢોરોના પ્રશ્ને કોઈ સમાચાર બને તેવી શક્યતાઓ જણાતી નથી.
આજે સર્જાયેલા ગજબના અકસ્માતની વિગતો એવી છે કે, દાંડીયાબજાર ચાર રસ્તા ખાતે એક એક્ટિવા ચાલક ઘોડાગાડીના ઘોડા સાથે અથડાઈ ગયો હતો. અકસ્માતને પગલે ઘોડો બેભાન થઈ ગયો હતો. તો બીજી તરફ, અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઘોડો ગણતરીની પળોમાં ઉભો થઈ જતાં ઘોડાગાડીના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ ઘોડાગાડી આગળ વધી ગઈ હતી.
ઘોડાગાડીને નડેલાં અકસ્માતે સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય ફેલાવ્યું હતું.
➡ (આજનો Funrang જોક)
ટાઈગર – દોસ્ત, ડૉક્ટરનો એકવાત માટે ખાસ આભાર માનવો પડે.
પકડું – કઈ વાત ટાઈગર?
ટાઈગર – ડૉક્ટર ક્યારેય નથી કહેતાં કે, છુટ્ટા નથી… એમ હોય તો બીજી કોઈ દવા લખી આપું અથવા તો નાનું ઓપરેશન કરી આપું…
પકડું – ટાઈગર, ડૉક્ટરને છુટ્ટામાં રસ જ નથી હોતો… એટલે…
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz