- ડીજીટલ વજનકાંટા સાથે છેડછાડ કરી ભંગાર સગેવગે કર્યો.
- એમ. એસ. તથા એલ્યુમિનિયમ અને કોપરનો ભંગાર વેચી ટોળકીએ કંપનીને નુકસાન પહોંચાડ્યું.
- આરોપીઓમાં તરુણ પટેલ અને રાજેન્દ્ર ગીરીનો ગુનાઈત ઇતિહાસ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરમાં આવેલી હિટાચી કંપનીના ગેટ નં. 4 ખાતે આવેલા સિક્યુરિટી કેબીનના ડિજીટલ વજનકાંટા સાથે છેડછાડ કરી, ગ્લોબ ડિટેક્ટિવ સિક્યુરિટીના સુપરવાઈઝર સહિતના ચાર શખ્સોએ કંપનીનું આશરે 60 લાખનું કરી નાંખ્યું હતું. બનાવ અંગે ગઈકાલે નોંધાયેલી ફરિયાદને આધારે વડોદરા પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. એકંદરે, હિટાચી સાથે ઠગાઈ કરનારાઓને હવે કાયદાની ‘પિટાચી’ ભોગવવાનો વારો આવ્યો છે.
તા. 24 ફેબ્રુઆરી 2022ના રોજ પ્રહર્ષ ઉમેશભાઈ વછરાજાનીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, ગ્લોબ ડિટેક્ટિવ સિક્યુરિટીના સુપરવાઈઝર પ્રદિપસીંગ વિનોદસીંગ ભદોરીયા (ઉં.વ. 31. રહે. પંચશીલનગર માણેજા, વડોદરા), રાજેન્દ્ર કીશોરી ગીરી (ઉં.વ. 38. રહે. રાજમણી સોસાયટી, માણેજા, વડોદરા), તરુણ ઉર્ફે જગો હર્ષદભાઈ પટેલ (ઉં.વ. 40 રહે. ઓમકાર હાઈટ્સ, માણેજા, વડોદરા) અને દિપક ઉર્ફે દીપુ રાજુભાઈ પટેલ (ઉં.વ. 40 રહે. પોર ગામ, શેઠ શેરી ફળિયું) દ્વારા હિટાચી કંપનીને 60 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
આરોપીઓએ હિટાચી કંપનીના ગેટ નં. 4ના સિક્યુરિટી કેબિનમાં રહેલા ડિજીટલ વજનકાંટાનો આર્મડ કેબલ પંક્ચર કરી નાંખ્યો હતો. અને RX B$ રિસિવર સર્કિટ લગાડી વજનમાં રિમોટ / મોબાઈલ એપ વડે ઓપરેટ કરી, કંપનીમાંથી નિકળતાં ભંગારના વજન સાથે છેડછાડ કરી હતી.
કંપનીમાંથી નિકળતાં એમ.એસ., એલ્યુમિનિયમ અને કોપરના ભંગારનું વજન વધારે હોવા છતાં, ટોળકીએ વજન ઓછું બતાવ્યું હતું. વધારાના વજનનું ભંગાર સ્ક્રેપના વેપારીઓને વેચીને ટોળકીએ પોતાની રોકડી કરી લીધી હતી. જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2021 દરમિયાન ટોળકીએ આ ખેલ પાડીને હિટાચી કંપનીને આશરે 60 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું.
હિટાચી કંપની સાથેના વિશ્વાસઘાતની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વી. બી. આલ દ્વારા ચારેય શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પૈકી તરુણ પટેલ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને આશરો આપવાના તેમજ હત્યાના ગુનાના સાક્ષીઓને ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રાજેન્દ્ર ગીરી અગાઉ મારામારી અને રાયોટિંગના ગુનામાં મકરપુરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
ઝડપી પાડવામાં આવેલા આરોપીઓએ એકબીજા સાથે મળીને છેતરપિંડી કરીને મેળવેલી રકમ બાબતે તેમજ ગુનામાં સંડોવાયેલા અનુજ નામના શખ્સને શોધવા ક્રાઈમ બ્રાન્ચે કવાયત હાથ ધરેલ છે. હિટાચી કંપનીનું 60 લાખનું કરી નાંખનારાઓને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. વી.બી. વાલ, પી.એસ.આઈ. એસ. એમ. ભરવાડ તથા સ્ટાફના ફિરોજખાન, સંજયભાઈ, કુલદિપભાઈ, હરદિપસિંહ, ગોકળભાઈ, સુરેશભાઈ, સંજયકુમાર, ભુપેન્દ્રસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?
ટાઈગર – હું શું કામ ઓળખું???
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz