- આવકવેરાના દરોડામાં કરોડો રૂપિયાનું કાળુ નાણું મળી આવે તેવી શક્યતા.
- વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો ત્રાટકતાં બિલ્ડર લોબીમાં ફફડાટ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । આજે વહેલી સવારે આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર ગૃપ દર્શનમ્ ગૃપ, આર્કિટેક્ટ ઋચિર શેઠ સહિત 30 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા હતાં. સામૂહિક દરોડાને પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આવકવેરાના દરોડામાં કરોડો રૂપિયાનું કાળું નાણું મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
માર્ચ માસ આવતાં જ આવકવેરા વિભાગે ટાર્ગેટ પૂરો કરવા કમરકસી છે. આજે વડોદરાના જાણીતા દર્શનમ્ ગૃપના હાલના અને અગાઉના ભાગીદારોના અલકાપુરી – સેવાસી ખાતે આવેલા નિવાસસ્થાનો, કન્સ્ટ્રક્શન સાઈટ્સ, ઓફિસ તેમજ જાણીતા આર્કિટેક્ટ ઋચિર શેઠની ઓલ્ડ પાદરા રોડ સ્થિત ઓફિસ, રેલ્વેના એક અધિકારી પિતા – પુત્રના નિવાસ્થ, કૃપેશ, મુકેશ અગ્રાવાલ અને રિન્કુ નામના બિલ્ડરોની ઓફિસ અને નિવાસસ્થાન વગેરે મળી 30 જેટલાં સ્થળો પર સામુહિક દરોડો પાડ્યો હતો. દરોડાના પગલે કાળું નાણું એકઠું કરનારા બિલ્ડર્સ, આર્કિટેક્ટ સહિતના લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, દર્શનમ્ ગૃપના હાલના અને અગાઉના ભાગીદારો, આર્કિટેક્ટ સહિતના નિવાસ્થાન – ઓફિસો પર દરોડો પાડી અત્યાર સુધીમાં આવકવેરા વિભાગની ટીમોએ વાંધાજનક દસ્તાવેજો, બેન્ક પાસબુકો વગેરે કબજે કર્યા છે. હિસાબ વગરની રોકડ અને દાગીના પણ મળી આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર સમર્થન પ્રાપ્ત થતું નથી. મોડી રાત સુધી દરોડાની કામગીરી ચાલે તેમ જાણવા મળી રહ્યું છે.
આવકવેરા વિભાગના સામૂહિક દરોડાને પગલે શહેરની બિલ્ડર લોબી સહિત કાળું નાણું સંગ્રહ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, મને આ મોબાઈલ ભિખારી બનાવી નાંખશે.
પકડું – કેમ શું થયું?
ટાઈગર – વારે વારે દેખાડે છે… બેટરી લો… બેટરી લો… (battery low) અત્યાર સુધીમાં 56 બેટરી બદલી નાંખી… હજી એવું જ કહે છે બોલ…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz