- વડોદરાના ઓ.પી. રોડ પર ગત તા. 13 ફેબ્રુઆરીની રાત્રે ચોરી થઈ હતી.
- જે.પી. રોડ પોલીસે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા દેવાંગ ભુવા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । મોડી રાત્રે કાર લઈ ચોરી કરવા નિકળતાં રીઢા ઘરફોડ ચોરને વડોદરાના જે.પી. રોડ પોલીસે ઝડપી પાડ્યો હતો. કાર લઈને ચોરી કરવા જતાં ચોરને પોલીસે સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલી શંકાસ્પદ કારને કારણે જ ઝડપી પાડ્યો હતો. બનાવમાં જે. પી. રોડ પોલીસે ત્રણ શખ્સોની 12 લાખ 75 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, કાર લઈને ચોરી કરતાં રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડવામાં જે.પી. પોલીસ મથકના પી.આઈ. બી.જી. ચેતરીયા, પી.એસ.આઈ. કે.વી. ડિંડોર, એ.એસ.આઈ. રાજુભાઈ, પો.કો. મુન્નાભાઈ, પો.કો. દેવેન્દ્રસિંહ તેમજ લોકરક્ષક લાલજીભાઈ, હિતેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, કપીલદેવ, વનરાજભાઈ, અશ્વિનભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ ઓ.પી. રોડ પર આવેલી વિકાસનગર સોસાયટીના 60 નંબરના મકાનમાં રહેતા કિશોરભાઈ બજાજ સહિતનો પરિવાર રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ઘરનો દરવાજો બંધ કરીને સૂઈ ગયા હતાં. બીજે દિવસે સવારે મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં જોતાં લાકડાનો કબાટ ખુલ્લી હાલતમાં જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતાં.
લાકડાના કબાટમાં સામાન વેરવિખેર હાલતમાં હતો અને અંદરથી ગોદરેજ કંપનીનું સેફલોકર ચોરાઈ ગયું હતું. ઘરમાં દાગીના, રિસ્ટવોચ, સ્માર્ટ વોચ સહિતની મત્તાની ચોરી થઈ હોવા અંગે તેમણે જે.પી. રોડ પોલીસને જાણ કરી હતી. બનાવની તપાસ કરવા માટે પી.આઈ. બી.જી. ચેતરીયાએ વિવિધ ટીમો બનાવીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા હતાં.
સીસીટીવી ફૂટેજમાં એક સફેદ રંગની હ્યુન્ડાઈ કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. મૂળ અમરેલીનો વતની અને હાલ સુરતનાકામરેજ સ્થિત માન સરોવર રેસિડન્સીના ફ્લેટમાં રહેતો 28 વર્ષિય દેવાંગ બાબુભાઈ ભુવા કારનો માલિક હોવાની વિગતો સામે આવી હતી. બાદમાં તેના મોબાઈલ નંબરની ટેક્નિકલ સોર્સ આધારે તપાસ કરી હતી. અને જે.પી. રોડ પોલીસે હ્યુંડાઈ કાર સાથે દેવાંગ ભુવા અને 22 વર્ષિય લક્કીરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ (રહે. વાવ ગામ, ભાવનગર)ને ઝડપી પાડ્યા હતાં.
દેવાંગ ભુવા પાસેથી ચોરીની સ્માર્ટ વોચ, રિસ્ટ વોચ તેમજ સોનાની ચેઇન વગેરે મળી આવ્યા હતાં. જ્યારે લક્કીરાજ ગોહિલ પાસેથી ચોરીના દાગીના ઓગાળીને બનાવાયેલી ઢાળખી અને દાગીનામાંથી નિકળેલાં હિરા મળી આવ્યા હતાં. ચોરીના અન્ય મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં તે સુરતમાં સરથાણા જકાતનાકા પાસે કાવેરી સોસાયટીમાં રહેતાં દેવાંગ ભુવાના મામાના દિકરા 26 વર્ષિય સાગર શંભુભાઈ પડસાલા પાસે હોવાની વિગતો જાણવા મળી હતી. જેને આધારે સાગર પડસાલાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે દેવાંગ ભુવા અને લક્કીરાજ ગિલ પાસેથી સ્માર્ટ વોચ, લેડીઝ વોચ, સોનાની ચેઈન, કાનની બુટ્ટી, મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ. 12,75,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ રીઢા ચોર દ્વારા અન્ય કોઈ જગ્યાએ ચોરી કરી છે કે કેમ? એ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દેવાંગ ભુવા સામે સુરતના કાપોદરા પોલીસ, રાંદેલ પોલીસ, કતારગામ પોલીસ, સરથાણા પોલીસ તેમજ નવસારીના ટાઉન પોલીસ મથક વગેરેમાં 10 જેટલાં ઘરફોડ ચોરી વગેરેના ગુનાઓ નોંધાયેલા છે. જેમાં એની ધરપકડ પણ થઈ છે. જ્યારે તેના મામાના દિકરા સાગર સામે પણ નવસારી રૂરલ પોલીસમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે તો દિપાલી જોડે ઝગડો થઈ ગયો…
પકડું – કેમ શું થયું?
ટાઈગર – દિપાલી મને કહે કે હું રક્ષાબંધન પર રાખડી બાંધવા આવું છું તો તું બંધાવતો કેમ નથી?
પકડું – બરોબર છે… કેમ નથી બંધાવતો?
ટાઈગર – મેં એને કીધું કે કાલે તારા માટે મંગળસૂત્ર લઇને આવું તો તું બંધાવીશ? બસ આ વાતે ઝગડો થઈ ગયો…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz