- મધરાતે 2 વાગ્યે ખંડેરાવ માર્કેટ સામેની બિલ્ડીંગના પહેલા માળે લાગી ભિષણ આગ
- કલર સ્પ્રે, થિનર વગેરે સામાન ભરેલાં ગોડાઉનમાં આગ લાગતાં ભારે ઉત્તેજના વ્યાપી.
- ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગઈકાલે મધરાતે બે વાગ્યાના અરસામાં ખંડેરાવ માર્કેટ સામે આવેલી એક બિલ્ડીંગના પહેલાં માળે આવેલા કલર સ્પ્રે, થિનર સહિત ઓટોમોબાઈલ્સને લગતાં સામાનના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નિકળી હતી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
રાજમહેલ રોડ પર ખંડેરા માર્કેટની સામેની તરફ આવેલી એક બિલ્ડીંગના પહેલાં માળે વાહનોને કલર કરવા માટે સ્પ્રે, થિનર સહિતની સામગ્રીઓનું ગોડાઉન આવેલું છે. જ્યારે અન્ય ફ્લેટ્સનો રહેણાંક તરીકે ઉપયોગ થાય છે. ગઈ કાલે મધરાતે બે વાગ્યાના અરસામાં જ્વલનશીલ પદાર્થો ધરાવતાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી. ગણતરીની પળોમાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
બનાવ અંગે જાણ કરવામાં આવતાં દાંડીયા બજાર ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક બનાવ સ્થળે આવી પહોંચ્યા હતાં. સૌ પ્રથમ તો બિલ્ડીંગમાં રહેતાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. બીજી તરફ, આગને કાબૂમાં લેવા માટે લાશ્કરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, ઘણાં સમય સુધી આગ પર કાબૂ મેળવી શકાતો નહોતો. બાદમાં જ્વલનશીલ પદાર્થોની આગ કાબૂમાં લેવા માટે ઉપયોગમાં લેવાતાં પાવડર ફોર્મનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો.
લગભગ દોઢેક કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગના ધુમાડાને તેમજ જ્વલનશીલ સ્પ્રે સહિતની સામગ્રી બળવાને કારણે આસપાસમાં રહેતાં રહીશો અને ત્યાં એકઠાં થયેલાં લોકોની આંખોમાં બળતરાં થઈ હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું, મારી બહુ ઈચ્છા છે કે દુનિયાના ચારેય ખૂણામાં મારું નામ ફેલાય એવું કામ કરું…
પકડું – તો કર…
ટાઈગર – પણ એક લોચો પડે છે યાર…
પકડું – શું?
ટાઈગર – દુનિયા ગોળ છે… એના ચાર ખૂણા છે જ નહીં… એટલે પછી જવા દઉં છું…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz