- કોયલી ગામના જાદવનગરમાં અવાવરૂ મકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો.
- પીસીબીએ મકાન અને મોપેડમાંથી 24,310ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । છેલ્લાં કેટલાંક દિવસોથી શહેરની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ દારૂનો ધંધો કરતાં તત્વો પર ત્રાટકી રહી છે. રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં બનેલાં બનાવ બાદ તો વિવિધ પોલીસ મથક વિસ્તારના બુટલેગરોને સ્થાનિક પોલીસ કર્મીઓ હાલના સમયમાં ધંધો બંધ કરવા ચીમકી પણ આપી ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે. પીસીબીથી બુટલેગરો તો ઠીક કેટલાંક પોલીસ કર્મીઓ પણ ફફડી રહ્યાં હોય તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળે છે. આ સંજોગોમાં પીસીબીએ ગઈકાલે જવાહરનગર પોલીસ મથખ વિસ્તારમાંથી એક બુટલેગરને પકડ્યો હતો.
પીસીબીના હે.કો. વિજયરાવ ગોવિંદરાવ અને પો.કો. દિનેશભાઈ ફુલાભાઈને બાતમી મળી હતી કે, અનગઢ ગામમાં રહેતો ગોકળ ઉર્ફે ગોકો મણીલાલ ગોહીલ કોયલી ખાતે દારૂનો વેપલો કરી રહ્યો છે. ગોકળે કોયલીના જાદવનગર ખાતેના એક અવાવરૂ મકાનમાં દારૂનો જથ્થો સંતાડ્યો છે.
બાતમીને આધારે પીસીબીની ટીમે દરોડો પાડતાં મકાનમાં તેમજ ગોકળ ઉર્ફે ગોકો ગોહિલના મોપેડમાંથી 180 એમ.એલ. ઇંગ્લિશ દારૂ ભરેલાં 119 ક્વાર્ટરીયા અને 72 બિયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસ પુછપરછમાં આ કેસમાં વડોદરાના ગોરવા વિસ્તારના મનોજ ઉર્ફે પાપડ સીંધી અને કરોડીયાના રવિ ઉર્ફે મોહન મારવાડીના નામો પણ સપાટી પર આવ્યા હતાં. જેને પગલે તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
પીસીબીએ ગોકળની ત્વરીત ગતિથી જવાહરનગર પોલીસને સુપરત કર્યો હતો. બુટલેગર ગોકળને ત્વરાથી પકડવામાં પીસીબી પી.આઈ. જે. જે. પટેલ, પી.એસ.આઈ. જે. બી. ત્રિવેદી, એ.એસ.આઈ. સંતોષ લક્ષ્મણરાવ, હે.કો. વિજયરાવ ગોવિંદરાવ, પો.કો. દિનેશભાઈ ફુલાભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું તારામાં આજકાલ બહુ એટિટ્યૂડ આવી ગયો છે.
પકડું – એમ સારું ઠીક છે એટિટ્યૂડનો સ્પિલિંગ કહી દે…
ટાઈગર – એટીટ્યૂડ નહીં હોય… ઇગો હશે… બોલ કહું સ્પેલિંગ?
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz