- વડોદરા પાસેના આમલીયારા ગામમાં બનેલી ઘટના.
- લાશ્કરો દ્વારા 150 ફૂટ ઉંડા કૂવામાં પડેલી યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેર પાસે ગોલ્ડન ચોકડીથી આશરે દોઢેક કિમીના અંતરે આવેલા આમલીયારા ગામમાં આજરોજ એક યુવતી 150 ફૂટ ઉંડા કૂવામાં પડી ગઈ હતી. સદનસીબે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી નહોતી. બનાવ અંગે જાણ થતાં પહોંચેલા લાશ્કરો દ્વારા યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે રાત્રે ઉત્તર પ્રદેશના કાશીનગરમાં કૂવાનો સ્લેબ તૂટવાને કારણે મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી. જેમાં 9 બાળકીઓ અને 4 મહિલાઓના મોત નિપજ્યા હતાં.
આમલીયારા ગામમાં રહેતી 32 વર્ષિય રાઠોડિયા કૈલાસબહેન આજરોજ ઘર પાસે આવેલા કૂવામાં પડી ગઈ હતી. જેને પગલે સૌથી પહેલાં તો એને બચાવવા ગામનો ચંદુ નામનો યુવક પાઈપની મદદથી કૂવામાં ઉતર્યો હતો. ચંદુએ કૈલાસબહેનને કૂવામાંથી કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. જોકે, તે એકલા હાથે 150 ફૂટ ઉંડા કૂવામાંથી યુવતીને કાઢી શકે તેમ નહોતો. તેથી તેણે 150 ફૂટ ઉંડે પાણીની પાસે થોડીક કોરી જગ્યામાં યુવતીને સલામત રીતે બેસાડી હતી. ત્યાં હાજર ગ્રામજનોએ સાડીઓ લટકાવીને બંનેને કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમાં સફળતા પ્રાપ્ત થઈ નહોતી.
દરમિયાનમાં બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ યુવતી તેમજ ચંદુને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. ફાયર બ્રિગેડનો એક જવાના હાર્નેસ બાંધીને દોરડા વડે કૂવામાં ઉતર્યો હતો. બાદમાં લાશ્કરોએ યુવતી અને યુવકને બહાર કાઢ્યા હતાં. ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે પાઈપ વડે કૂવામાં ઉતરનાર ચંદુની હિંમતને બિરદાવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.
પકડું – પછી… પછી શું થયું?
ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz