- આગામી માર્ચ માસમાં કોરોનાની સમસ્યા નહીં હોય તો સંગીત શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજીશું – ડીન ડૉ. રાજેશ કેલકર
- લતા મંગેશકર વિશેનાં ઓડિયો વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને આજરોજ મ.સ. યુનિ.ની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંગીત રસીકો, કલાકારો, કલાગુરુઓએ લતાદીદીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીને એવી મહેચ્છા વ્યક્ત કરી હતી કે, જો કોરોનાની સમસ્યા નહીં હોય તો આગામી માર્ચ મહિનામાં પરફોર્મિગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા લતાજીની સ્મૃતિમાં સંગીત શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાવામાં આવશે.
આજરોજ સવારે 11 વાગ્યે પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી ખાતે યોજાયેલી લતાજીની શ્રદ્ધાંજલી સભામાં મોટી સંખ્યામાં સંગીત રસિકો, કલાકારો, કલા ગુરુઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. સભાના પ્રારંભે ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ સરસ્વતીમાતાની વંદના કરી વાતાવરણને અભિમંત્રિત કર્યું હતું. બાદમાં કલારસિકોએ શિસ્તબદ્ધ રીતે લતાદીદીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.
બાદમાં ફેકલ્ટી ડીન ડૉ. રાજેશ કેલકર દ્વારા લતાજીની ગાયકીની વિશ્વેષનાત્મક છણાવટ કરી હતી. લતાજીએ પોતાના ગીતો માત્રથી કેવી રીતે સમસ્ત દેશના સંગીત રસિકોને જ નહીં પરંતુ વિશ્વભરના તમામને ગાતા કર્યા હતાં. લતાજીના ગીતો કઈ રીતે સંગીતના વિદ્યાર્થીઓને પોષણરૂપ થઈ તેમની કારર્કિદીને કેવી રીતે સહાયક થઈ શકે તે વિશે વિગતવાર છણાવટ કરી હતી.
ડીન બાદ તમામ વિભાગના વડાઓ દ્વારા લતાદીદીને શાબ્દીક અંજલી અર્પણ કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં વડોદરા શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. શ્રીમતી વત્સલા પાટીલે લતાજીએ ગાયેલા હિન્દી, ગુજરાતી, મરાઠી અને અન્ય ભાષાઓના ગીતોની શુદ્ધતા અને બારીકાઈઓને સમજાવી તેમનું મહત્વ સમજાવ્યું હતું. હિન્દી ઉર્દૂ ભાષાના જાણકાર એવાં સંગીત પ્રેમી ડૉ. શંકર જ્હાએ લતાજી વિશે અનેક કથાઓ વિદ્યાર્થીઓની સમક્ષ મનોરંજન રીતે વર્ણવી હતી.
બાદમાં બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું. આખરે લતાજી વિશેની વિવિધ ઓડિયો વિઝ્યુઅલ ડોક્યુમેન્ટ્રીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટ્રીઓથી વિદ્યાર્થીઓને રસપ્રદ જાણકારી પ્રાપ્ત થઈ હતી. આખરે લતાજીના ગીતો ગણગણાવતાં સંગીત રસિકોએ ભારે હૈયે વિદાય લીધી હતી.
કાર્યક્રમનાં અંતમાં ફેકલ્ટી ડીન ડૉ. રાજેશ કેલકરે જાહેરાત કરી હતી કે, કોરોના જેવી સમસ્યા નહીં હોય તો આગામી માર્ચ માસમાં લતાજીની સ્મૃતિમાં ફેકલ્ટી તરફથી સંગીત શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજવામાં આવશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – પકડું, આજે એક છોકરીએ બસમાં મારી સાથે વાત કરી…
પકડું – અરે વાહ… શું વાત કરી?
ટાઈગર – ઉભા થાવ, આ લેડિઝ સીટ છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz