- મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી સમીર કુરેશીન ધરપકડના ચક્રો ગતિમાન કરતી પોલીસ.
- મારી દીકરી પાસે ખોટા સોગંદનામા કરાવી તેના પરિવારે સમીરને જેલમાંથી મુક્ત કરાવ્યો – પિતાનો આક્ષેપ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । સાત માસ અગાઉ નોંધાયેલા લવ જેહાદના પ્રથમ કેસમાં સંડોવાયેલા સમીર કુરેશીએ જેલમાંથી છૂટ્યા બાદ પત્નીને માર મારવા ઉપરાંત સસરાંને જાતી વિષયક ઉચ્ચારણ કરી ધમકી આપી હોવાની વિગતો સપાટી પર આવી છે. બનાવ અંગે નોંધાયેલી ફરિયાદને આધારે ગોત્રી પોલીસે મારા મારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી સમીરની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતાં.
સાત મહિના અગાઉ રાજ્ય સરકાર દ્વારા ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગેનો કાયદો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો હતો. અને તરસાલીના આદર્શનગરમાં રહેતા સમીર અબ્દુલ કુરેશી સહિતના પરિવારજનોની ધરપકડ કરી, તેઓને જેલમાં ધકેલી દેવાયા હતા. બાદમાં પત્નીના સોગંદનામાને આધારે સમીર સહિતના આરોપીઓનો જેલમાંથી છુટકારો થયો હતો.
દરમિયાનમાં ગોત્રી વિસ્તારમાં રહેતા સમીર કુરેશીના સસરાં વિજયભાઈ રોહિતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે સમીર કુરેશીએ સોશિયલ મિડીયામાં જેમ માર્ટિન તરીકે ઓળખાણ આપી મારી દીકરી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ ધર્માંતરણ કરાવીને લગ્ન કર્યા હતાં. આ અંગે ગત જૂન માસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સમીરના સગાઓ મારી દીકરીને પટાવી ફોસલાવીને હાલોલ લઈ ગયા હતાં. અને દીકરી પાસે ખોટા સોગંદનામા કરાવીને સમીર સહિતના પરિવારજનોને જેલમાંથી મુક્ત કરાવ્યા હતાં.
વધુમાં જણાવાયું છે કે, જેલમાંથી છુટકારો મળ્યા બાદ સમીરે ફરિયાદ કરવા બાબતે મારી દીકરીને માર માર્યો હતો. ગત 21 જાન્યુઆરી 2022ના રોજ સમીરના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયેલી મારી દીકરી પિયર પરત આવી ગઈ હતી. દરમિયાનમાં સમીર તેને લેવા માટે અમારા ઘરે આવ્યો હતો. ત્યારે સમીર પટ્ટાથી દીકરીને મારતો હોવાને કારણે તેને પરત નહીં મોકલવામાં આવે તેમ સસરા વિજયભાઈએ કહ્યું હતું.
સસરાંની વાતે ઉશ્કેરાઈ ગયેલા સમીરે જાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કરી હુમલો કર્યો હતો. જોકે, પાડોશીઓ દોડી આવતાં સસરાંનો છુટકારો થયો હતો. અને સમીર પત્નીને લઈને જતો રહ્યો હતો. બાદમાં દીકરીએ ફોન પર ફરિયાદ નહીં કરવા જણાવ્યું હતું. જેને પગલે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો છે. ગોત્રી પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી સમીર કુરેશીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz