- મહાત્મા ગાંધી, સર સયાજીરાવ ગાયકવાડ, સરદાર પટેલ સહિતના મહાનુભાવોની પ્રતિમાઓની દયનિય હાલત.
- મહાનુભાવોની પ્રતિમાઓ જીર્ણ થઈ જાય પછી હોલોગ્રામ પ્રતિમાઓ ગોઠવવાની સ્માર્ટ વિચારણા કરી હશે?
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । દિર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની કાલાઘોડા સ્થિત પ્રતિમા હોય કે, ગાંધી નગરગૃહ બહાર મહાત્મા ગાંધીજીની પ્રતિમા… સરદાર પટેલની પ્રતિમા હોય કે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા… વડોદરા શહેરની ‘સત્તાધારી મૂર્તિઓ’ આ મહાનુભાવોની પ્રતિમાની દુર્દશઆ દૂર કરવાનું વિચારી શક્યા હોય એવું લાગતું નથી. કદાચ સ્માર્ટ વિચારોના અધિષ્ઠાતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડગલે ચાલીને શહેરમાં સ્થાપિત પ્રતિમા સાવ જીર્ણ થઈ જાય પછી હોલોગ્રામ પ્રતિમાઓ ગોઠવવાની સ્માર્ટ વિચારણા કરતાં હોય તો લવલેશ નવાઈ પામવા જેવું નથી.

સોમવારે શહેર યૂથ કૉંગ્રેસ દ્વારા પ્રતિમાઓની બિસ્માર હાલત અંગે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, કમિશનરે મળવાનો સમય નહીં ફાળવતાં કાર્યકરોએ ધરણાં યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેર યૂથ કૉંગ્રેસના પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાના જણાવ્યા પ્રમાણે, સુભાષચંદ્ર બોઝ જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને ફૂલહાર કરવા ગયેલાં લોકોના ધ્યાનમાં આવ્યું કે, પ્રતિમાની હાલત લોકોની લાગણી દુભાય એવી થઈ ગઈ છે. એવી જ હાલત ઇલોરાપાર્ક ખાતેની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની હોવાનું અમારા ધ્યાને આવ્યું. ત્યારબાદ બીજી સંખ્યાબંધ પ્રતિમાઓની ખરાબ હાલત જોવા મળી. પ્રતિમાઓ પર કબૂતર સહિતના પક્ષીઓની ચરક અને આસપાસ ગંદકી જોવા મળી હતી.



જેને પગલે મ્યુનિ. કમિશનરને લેખિત રજૂઆતમાં વિનંતી કરાઈ હતી કે, પ્રતિમાઓના સમારકામ અને આસપાસ સ્વચ્છતા કરવામાં આવે અને સફાઈ જળવાય તેની કાળજી રાખવામાં આવે. એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે ત્યારે મહાનુભાવોની પ્રતિમાઓનું તેમના ભવ્ય વારસાનું ધ્યાન ના રાખી શકાતું હોય તો આ કેવી સ્માર્ટનેસ કહેવાય? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.
શહેર યૂથ કૉંગ્રેસ દ્વારા તંત્ર પરવાનગી આપે તો શહેરની રાષ્ટ્રપ્રેમી જનતાના સહયોગથી પ્રતિમાઓનું સમારકામ અને સ્વચ્છતા કરવાનું આહ્વાન કરવામાં આવશે તેમ પણ પ્રમુખે જણાવ્યું હતું.

(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz