- કલાલી રોડ પર ડિવાઈન ગેલેક્ષીમાં ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતાં હતાંને માંજલપુર પોલીસ ત્રાટકી.
- મહેફીલમાં બેઠેલો એક શખ્સ મોબાઈલમાં ઓનલાઈન સટ્ટો રમતો ઝડપાયો.
- 6,44,950 રૂપિયાનાં મુદ્દામાલ સાથે ઝડપાયેલી ત્રિપુટી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । માંજલપુર અને વરણામા પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના (પ્રોહિબિશન) ગુનામાં વોન્ટેડ આરોપી ગઈકાલે રાત્રે અટલાદરા કલાલી રોડ પર ડિવાઈન ગેલેક્ષીમાં દારૂની મહેફિલ માણતો હતો. ત્યારે જ ત્રાટકેલી માંજલપુર પોલીસે મહેફિલ માણતી ત્રિપુટીને ઝડપી પાડી હતી.
માંજલપુર પોલીસ મથકના હે.કો. મનોજ દેવીદાસને મળેલી બાતમીને આધારે અટલાદરા કલાલી રોડ પર આવેલી ડિવાઈન ગેલેક્ષીના એક મકાનમાં પોલીસની ટીમ ત્રાટકી હતી. ત્યારે મકાનમાં વિજયસિંહ ચંપકસિંહ રણા (રહે. પ્રિયદર્ષ્ની સોસાયટી, સુશેન મકરપુરા રીંગ રોડ, વડોદરા), સમીર સુભાષ પટેલ (ગાંધી) (રહે. નિત્યાનંદ કોમ્પ્લેક્ષ, એપોલો ફાર્મસીની દુકાન ઉપર, સુશેન તરસાલી રોડ, વડોદરા) અને દિપકભાઈ ઉર્ફે રમેશ ચંદુભાઈ કાપડીયા (રહે. ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઇવા મોલ પાસે, માંજલપુર, વડોદરા) દારૂની મહેફીણ માણતાં મળી આવ્યા હતાં.
દારૂની અડધી બોટલ પૂરી કરી ત્યાં પોલીસ ત્રાટકતાં ત્રિપુટીનો નશો ઉતરી ગયો હતો. વિજયસિંહ રણા અગાઉ માંજલપુર પોલીસ મથકમાં અને વરણામા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. જ્યારે અન્ય એક શખ્સના મોબાઈલની તપાસ કરતાં તે ઓનલાઈન ક્રિકેટ પર સટ્ટો રમી રહ્યો હોવાનું ધ્યાન આવતાં તેની સામે દારૂ ઉપરાંત જુગારનો કેસ પણ માંજલપુર પોલીસે કર્યો હતો.
દારૂની મહેફિલ માણતાં વિજય, સમીર અને દિપકને દારૂની અડધી ભરેલી બોટલ, મોબાઈલ ફોન, વાઈફાઈ રાઉટર અને કાર મળી કુલ 6,44,950 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં માંજલપુર પોલીસ મથકના સેકન્ડ પી.આઈ. ડી. કે. વાઘેલા, પી.એસ.આઈ. એ. યુ. નિનામા, હે.કો. મનોજ દેવીદાસ, પો.કો. નૈનેશ શકરાભાઈ, પો.કો. અલ્પરાજસિંહ જીતેન્દ્રસિંહ, પો.કો. નિતીન પ્રકાશભાઈ અને લો.ર. ઉદયસિંહ દિલીપસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર, તારા લગ્ન કોઈ એકદમ સરખી દેખાતી જોડીયા બહેન સાથે થઈ જાય તો તું તારી પત્નીને કેવી રીતે ઓળખીશ?
ટાઈગર – હું શું કામ ઓળખું???
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz