- ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલની 36 વિદ્યાર્થિની બાદ બોઈઝ હોસ્ટેલના 21 વિદ્યાર્થી પોઝિટીવ.
- બોઈઝ હોસ્ટેલનો સિક્યુરિટી ગાર્ડ પણ કોરોના સંક્રમિત.
- છેલ્લાં એક સપ્તાહમાં 80 જેટલાં વિદ્યાર્થીઓ – અધ્યાપકો કોરોના સંક્રમિત.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા | એમ. એસ. યુનિ.માં નેક કમિટીને આવકારવા માટે છેલ્લાં કેટલાંક દિવસોથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. જોકે, નેકની પ્રિ-ઇન્સ્પેક્શન બેઠકોએ કોરોનાને કેમ્પસમાં મોકળું મેદાન પુરું પાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલની 36 વિદ્યાર્થિનીઓ બાદ આજરોજ બોઈઝ હોસ્ટેલના 21 વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા છે. ત્યારે નેકની બેઠકો મોકૂફ રાખવાની માગણી ઉઠવા પામી છે.
એમ. એસ. યુનિ.માં કોરોના સંક્રમણના કેસો સામે આવતાં ગુરુવારે ગર્લ્સ હોસ્ટેલમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. જેમાં 175 વિદ્યાર્થિનીઓ પૈકી 36 સંક્રમિત નિકળી હતી. આજે સવારે બોઈઝ હોસ્ટેલમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં કુલ 270 પૈકી અડધા જ વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે ટેસ્ટિંગ કરાવવા આવ્યા હતાં. વોર્ડન, સિક્યુરિટી ગાર્ડ સહિત 141 ટેસ્ટ પૈકી 1 સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ 21 પોઝિટીવ કેસ મળી આવ્યા હતાં. હજી 130 જેટલાં વિદ્યાર્થીઓએ ટેસ્ટીંક કરાવ્યું ના હોવાનું જાણવા મળે છે.
ગઈકાલે ટેસ્ટ કરાવ્યો ના હોવાથી ગર્લ્સ હોસ્ટેલની એક વિદ્યાર્થિની આજે બોઈઝ હોસ્ટેલ ખાતે ટેસ્ટિંગ માટે આવી હતી. થોડીકવાર મેડિકલ ટીમ દ્વારા રિપોર્ટ માટે નંબર બોલવામાં આવ્યો હતો. જે સાંભળી વિદ્યાર્થિની પહોંચી, ત્યારે રિપોર્ટ પોઝિટીવ હોવાનું જોઈને મેડિકલ ટીમ દ્વારા વિદ્યાર્થિનીને દવાઓ આપી આઈસોલેશનમાં રહેવા અંગે સૂચના આપવામાં આવી રહી હતી. ત્યારે મેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું કે રિપોર્ટ યુવતીનો નહીં પણ યુવકનો છે. જેને પગલે ફરી નંબર બોલવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીને દવાઓ આપી સૂચનાઓ આપવામાં આવી હતી. એકંદરે, નંબર સાંભળવામાં ભુલ થતાં વિદ્યાર્થિનીને કારણ વગર કોરોનાની સૂચનાઓ સાંભળવી પડી હતી.
યુનિ. સત્તાધિશો દ્વારા હોસ્ટેલમાં સેનિટાઈઝેશન કરાવવાનું શરૂ કરાયું છે. તેમજ કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓના પરિવારને જાણ કરવામાં આવી છે. જ્યારે કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…
ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.
પકડું – કેમ ભાઈ?
ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…
(આજે ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz