- અધ્યક્ષ – ઉપાધ્યક્ષ પદ માટે વિપક્ષ કૉંગ્રેસનો એક પણ સભ્ય ન હોવાથી ચૂંટણી ના યોજાઈ.
- શર્મિષ્ઠા સોલંકી, રીટાબહેન માંજરાવાલા, કિરણ સાળુંકે, મીનેષ પંડ્યા, નિશિથ દેસાઈ, આદિત્ય પટેલ પદની રેસમાં હતાં.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ તરીકે હેમાંગ જોશીના નામોની નિમણૂંક કરવામાં આવી છે. આ હોદ્દાઓ માટે વિપક્ષ દ્વારા કોઈ સભ્ય ના હોવાને કારણે ચૂંટણી યોજાઈ નહોતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના પદ માટે દાવેદારોએ લોબીંગ કર્યું હતું. બે પૈકી એક હોદ્દા પર મહિલા સભ્યની નિયુક્તિ થાય તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી હતી. તેમજ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નજીકના ગણાતા આદિત્ય પટેલ સહિત શર્મિષ્ઠા સોલંકી, રીટાબહેન માંજરાવાલા, કિરણ સાળુંકે, મીનેષ પંડ્યા, નિશિથ દેસાઈ, ડૉ. હેમાંગ જોશી અને હિતેશ પટણીના નામો બંને પદો મેળવવાના દાવેદારો તરીકે ચર્ચાતા હતાં. પોતાની નજીકની વ્યક્તિને પદાસીન કરવા માટે મેયર – સાંસદ, મંત્રી દ્વારા કમલમમાં બનતાં પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
આજે શિક્ષણ સમિતિ ખાતે મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મેન્ડેટ મેળવીને પદ પ્રાપ્ત કરનાર ઉપરોક્ત બંને સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(આજે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન નિહાળો એક જ વિડીયોમાં)
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz