- સુભાનપુરા વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારની બાળકીની ગત મોડી રાત્રે તબિયત બગડી હતી.
- ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કોરોના પોઝિટીવ બાળકીનું કરૂણ મોત.
- બાળકીની માતા સહિતના પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ સંકુલમાં છવાઈ ગમગીની.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । આજે રાષ્ટ્રીય બાળા દિવસે (national girl child day) જ શહેરની ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ત્રણ વર્ષિય બાળકીનો કોરોનાએ જીવ લીધો હતો. બાળકીની માતા સહિતના પરિવારજનોના આક્રંદને પગલે હોસ્પિટલ સંકુલમાં ગમગીની છવાઈ ગઈ હતી. શ્રમજીવી પરિવારએ મૃતદેહને વતન લઈ જવા જીદ કરી હતી. જોકે, તંત્ર દ્વારા તેઓને સમજાવીને કોવિડ ગાઈડલાઈન અનુસાર ગોત્રી સ્મશાન ખાતે દફનવિધી કરી હતી.
(ત્રણ વર્ષની દિકરી ગુમાવનાર માતા સહિતના પરિવારજનોનો આક્રંદ)
સુભાનપુરા હરીઓમનગરમાં રહેતાં સૌરાષ્ટ્રના શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષિય બાળકીને ગઈકાલે રાત્રે તાવ આવ્યો હતો અને તે બેશુદ્ધ થઈ ગઈ હતી. તેથી પરિવારજનોએ બાળકીને ગોત્રી હોસ્પિટલમાં લઈ આવ્યા હતાં.
હોસ્પિટલના ડૉ. હિતેશ રાઠોડના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં બાળકીને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતાં તેને કોવિડ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકી માલન્યુટ્રિશિયન (કુપોષણ), એનિમિયા જેવી અન્ય બિમારીથી પીડાતી હતી. એમાં કોરોના પોઝિટીવ આવવાને કારણે આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.
ડૉ. રાઠોડે વધુમાં જણાવ્યું કે, અશિક્ષિત પરિવારજનો મૃતક બાળાને વતન લઈ જવા માંગતા હતાં. પરંતુ, કોવિડ ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને એમ કરવું શક્ય નહોતું. આખરે તેઓની સમજાવીને ગોત્રી સ્મશાન ખાતે તેઓના રિતીરિવાજ મુજબ અંતિમવિધી કરવામાં આવી હતી.
વ્હાલસોઈ દિકરીનો જીવ ગયો હોવાના સમાચાર જાણતાં જ માતા સહિતના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. માતા સહિતના સ્વજનોના આક્રંદને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. એક તબક્કે એક વડીલ મહિલા બાળકીનો મૃતદેહ લઈન જતી એમ્બ્યુલન્સની પાછળ દોડી હતી.
(આજનો Funrang જોક)
પકડું – ટાઈગર તને ગુજરાતીનું અંગ્રેજી કરતાં ફાવે…
ટાઈગર – અરે હા.. બોલને…
પકડું – સંતોષ પાસે કેરી છે…. આનું અંગ્રેજી શું થાય?
ટાઈગર – Satisfaction have mango
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz