• મહાકાળી માતાના મંદિરની પાછળ આવેલાં કોતરો અને નવલખા કોઠાર પાછળના ભાગે ગીદ્ધોના માળા જોવા મળ્યા.
  • વન વિભાગના પ્રાથમિક અંદાજ અનુસાર પાવાગઢ પર 10 પુખ્ત ગીદ્ધો અને કેટલાંક બચ્ચાંઓ વસવાટ કરી રહ્યાં છે.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

વડોદરા જંગલના સફાઈ કામદાર તરીકે જેને ઓળખવામાં આવે છે અને હાલ જેમની સંખ્યા ભારતમાં જોખમી સ્તરે પહોંચી ગઈ છે. આવા સંજોગોમાં મધ્ય ગુજરાતના ગૌરવ સમાન પાવાગઢ પર્વતમાં ગીદ્ધોએ વસવાટ કર્યો હોવાના રાહતના સમાચાર પ્રાપ્ત થાય છે. વિશાળ પાંખો ફેલાવી ગીદ્ધો પાવાગઢના આકાશમાં ઉડતાં જોવા મળી રહ્યા છે. તેમજ ત્યાં તેઓએ માળા બાંધ્યા છે, માળામાં બચ્ચાઓનો કિલકિલાટ પણ સાંભળવા મળે છે.

જંગલમાં વાઘ – સિંહ – દિપડા જેવાં હિંસક પ્રાણીઓ શિકાર કરીને જેટલું ખવાય એટલું ખાધા બાદ બાકીનું શરીર ત્યજી દેતાં હોય છે. અને મૃત પશુ – પક્ષીના શિકારી પ્રાણીએ ત્યજી દીધેલાં ભાગોને સફાચટ કરી, જંગલમાં સ્વચ્છતા જાળવવાનું કાર્ય ગીદ્ધ પક્ષી કરતું હોય છે. ગીદ્ધો સડી રહેલા મૃતદેહોને સફાચટ કરીને જોખમી જીવાણું – વિષાણુંઓને વાતાવરણમાં ફેલાવતાં અટકાવે છે.

કેમિકલ યુક્ત ઇન્જેક્શનને કારણે મૃત્યુ પામેલા દૂધાળા પશુના મૃતદેહને ખાવાને કારણે ગીદ્ધોનું અસ્તિત્વ જોખમાયું છે. છેલ્લાં એક દાયકામાં ગુજરાતમાં ગીદ્ધની વસ્તીમાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કોંઝર્વેશન ઓફ નેચર દ્વારા ગીદ્ધની પ્રજાતિને અતિ જોખમમાં આવી ગયેલાં પક્ષીઓની યાદીમાં મુકવામાં આવી છે. ત્યારે હાલ ગુજરાતમાં જૂનાગઢ ખાતે ગીદ્ધનું બ્રિડીંગ કરવામાં આવી રહ્યું છે. આ સંજોગોમાં પાવાગઢના નૈસર્ગિક વાતાવરણમાં 10 જેટલાં ગીદ્ધોએ વસવાટ કર્યો હોવાની બાબત આનંદ દાયક જરૂર છે.

વિશ્વભરમાં જોવા મળતી કુલ 23 પ્રજાતિઓ પૈકી 9 પ્રકારના ગીદ્ધ ભારતમાં જોવા મળે છે. અને આ 9 પૈકીની 7 (વ્હાઇટ રંપ્ડ વલ્ચર, ઇન્ડિયન વલ્ચર, ઈજીપ્શિયન વલ્ચર અને રેડ હેડેડ વલ્ચર સ્થાનિક અને ઈજીપ્શિયન ગ્રીફોન, હિમાલિયન ગ્રીફોન અને સિનેરીયસ વલ્ચર) પ્રજાતિના ગીદ્ધ ગુજરાતમાં જોવા મળતાં હોય છે.

પાવાગઢમાં મહાકાળી માતાજીનાં ડુંગરની પાછળના ભાગે આવેલા કોતરોમાં ગીદ્ધના બે – ત્રણ માળા જોવા મળે છે. જે પૈકી એક માળામાં તો બચ્ચ પણ જોવા મળે છે. જ્યારે નવલખા કોઠારની પાછળના કોતરમાં 6 જેટલાં માળા હોવાનો વન વિભાગનો અંદાજ છે. પાવાગઢના આકાશમાં ગીદ્ધ પાંખો ફેલાવીને ઉડતાં જોવા મળી રહ્યાં છે. પરિક્ષેત્ર વન અધિકારી આર.આર.બારીયા અને વન સહાયકશ પંકજ ચૌધરી ગીદ્ધોની વસાહત ઉપર સતત નજર રાખી રહ્યા છે.

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *