- સીસીટીવી ફૂટેજને આધારે ગણતરીના કલાકોમાં મોહમદ ઇમરાન સોદાગરને ઝડપી પાડ્યો.
- રોકડ અને દાગીના મળી કુલ 93,700ની મત્તાની ચોરી કરી હતી.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । ગઈકાલે સેન્ટ્રલ એસટી ડેપોમાં બસમાં ચઢવા જતાં એક શખ્સના સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 93,700 રૂપિયાની કિંમતની મત્તાની ચોરી થઈ હતી. બનાવ અંગે જાણ થતાં એક્શનમાં આવી ગયેલી સયાજીગંજ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.
તા. 1 ફેબ્રુઆરીના રોજ બસમાં ચઢવા જતાં મુસાફરના ખભે લટકાવેલી બેગની ચેઇન ખોલીને મોહમદ ઇમરાન ઉસ્માનભાઈ સોદાગર (રહે. નાકરાતની પોળ. તા. ખંભાત, જી. આણંદ) સોના – ચાંદીના દાગીના અને રોકડ ચોરી ગયો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાતા જ સયાજીગંજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પો.કો. કાંતિભાઈ હમીરભાઈ અને લો.ર. અક્ષયસિંહ બળદેવસિંહ દ્વારા સેન્ટ્રલ એસટી ડેપોના પ્લેટફોર્મ નં. 14 – 16 પરના સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીને ઓળખી કાઢ્યો હતો.
દરમિયાનમાં ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સીનો ઉપયોગ કરતાં પો.કો. આઝાદ રઘુનાથને બાતમી મળી હતી કે ચોરીના ગુનાનો આરોપી નટરાજ સર્કલથી પંડ્યા બ્રિજ તરફ જવાના રોડ પર ઉભો છે. તેણે મરુન કલરનું ટોપીવાળુ જેકેટ પહેર્યું છે અને અંદર પીળા રંગની ટીશર્ટ અને બ્લ્યુ કરલરનું લોઅર પહેરેલું છે.
બાતમીને પગલે સયાજીગંજ પોલીસની ટીમે તાબડતોબ આરોપીને ઝડપી પાડ્યો હતો. કોરોના ગાઈડલાઈન પ્રમાણે તેનો ટેસ્ટ કરાવાયો હતો. રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સેન્ટ્રલ એસટી ડેપોમાં ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં પી.આઈ. આર.જી.જાડેજા, પી.એસ.આઈ. એમ. પી. ચૌધરી, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ, હે.કો. નિતીનભાઈ રમેશચંદ્ર, હે.કો. દિપકકુમાર જબ્બરસિંગ, પો.કો. આઝાદ રઘુનાથ, પો.કો. કાંતીભાઈ હમીરભાઈ, પો.કો. કિરણભાઈ સડ્યાભાઈ, એલઆરડી અક્ષયસિંહ બળદેવસિંહ, એલઆરડી મુકેશભાઈ રામાભાઈ અને એલઆરડી નવદિપસિંહ દશરથસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર એટીએમની બહાર ફૂટપાથ પર ઉભો હતો. ત્યાં એક ઘરડા કાકા આવ્યા.
કાકા – બેટા, મારું બેલેન્સ ચેક કરી આપને…
ટાઈગરે કાકાને ધક્કો મારી દીધો, કાકા પડી ગયા…
ટાઈગર – તમારું બેલેન્સ બરોબર નથી… ડૉક્ટરને બતાવો.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz