[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરને શાંઘાઈ બનાવવાનું સપનું બતાવી સત્તા પ્રાપ્ત કરનારા ‘સ્માર્ટ’ સત્તાધારીઓએ વડોદરાનો કેટલો વિકાસ કર્યો છે? એ આગામી ચૂંટણી ટાણે ઢોલ નગારા વગાડીને કહેવામાં આવશે જ… પણ, શહેરની મધ્યના માર્ગોના સરખા ઠેકાણાં નથી ત્યાં છાણી વિસ્તારના વગડામાં રસ્તો બનાવી દેવાનું પરાક્રમ સામે આવ્યું છે.
એમ કહેવાતું હોય છે કે રસ્તે કા માલ સસ્તે મેં… પણ, વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ સત્તાધારીઓની નિશ્રામાં પબ્લિક કા માલ રસ્તે મેં… કરી દેવામાં આવ્યું છે. ત્યારે એના વિરોધમાં આજે કૉંગ્રેસ પ્રમુખ દ્વારા મેયરને મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.
આમ તો, છેલ્લાં ઘણાં વર્ષોથી સત્તાધારીઓ તો ઠીક, બહુમતી વડોદરાવાસીઓ પણ કૉંગ્રેસના વિરોધને ખાસ કંઈ ગણતી નથી. એ માટે કૉંગ્રેસના જ મહાનુભાવોની જવાબદારી વધુ છે એમ કહેવું ખોટું તો નથી. જોકે, હવે કૉંગ્રેસ દ્વારા ગમે તેટલો વિરોધ કરાય, રસ્તો પાછો ઉખાડી શકાવાનો છે નહીં. એકાદ સરકારી અધિકારી પર દોષનો ટોપલો ઢોળી દેવાય એનાથી વિશેષ કંઈ થવાનું નથી. શક્ય છે કે ભરૂચના ભાજપી સાંસદની માફક વડોદરાના કોઈ સ્થાનિક નેતા કોર્પોરેશનના અધિકારીને જાહેરમાં ખખડાવીને વાર્તાનો અંત આણે. ટૂંકમાં હવે રસ્તો બની ગયો છે… પબ્લિકનો પૈસો રસ્તામાં વેડફાયો છે… એ સત્ય હકીકત છે.
વર્ષોના નિયમ મુજબ કૉંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા મેયર કેયુર રોકડીયાને સુપરત કરાયેલું મેમોરેન્ડમ અક્ષરસઃ નીચે મુજબ છે. અત્રે નોંધનિય છે કે, કૉંગ્રેસ પ્રમુખે મેયરને પ્રશ્ન પુછ્યો છે કે, છેલ્લા દોઢ મહિનાથી રોડનું કામ ચાલતું હતું તો પાલિકા કેમ અજાણ હતી? ત્યારે આ તબક્કે એવો બીજો પ્રશ્ન પણ ઉભો થઈ શકે કે, બે દિવસ પહેલાં વગડાના વિકાસ મુદ્દે ઉહાપોહ મચાવનારા સ્થાનિક કાઉન્સિલરો પણ આ વિસ્તારમાં ફરતાં હોય છે. તો છેલ્લાં દોઢ મહિનાથી રોડનું કામ ચાલી રહ્યું છે એનાથી કાઉન્સિલરો કેમ અજાણ રહ્યાં?
પ્રતિ,
મેયર શ્રી,
વડોદરા મહાનગરપાલિકા,
ખંડેરાવ માર્કેટ, વડોદરા .
વિષય – રહેણાક વિસ્તારમાં ખાડાનું રાજ અને બિન રહેણાંક વિસ્તારમાં સ્વાર્થનું રાજ
જય હિંદ સાથે જણાવવાનું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો માત્ર પેપર પર જ દેખાય છે એવી પરિસ્થિતિ ઉભી થયેલ છે.
- મ્યુ. કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં લોકો રહે છે ત્યાં રોડ મંજુર થયેલ છે પરંતુ આજદિન સુધી રોડના કોઈ કામ થયા નથી.
- છાણી માં હજુ સૂચિત ટીપી છે ત્યાં લાખોના ખર્ચે ગેરકાયદેસર રોડ બનાવામાં આવ્યો તે પણ મેયર શ્રી અને કમિશ્નર શ્રી જાણ બહાર બનેલ છે.
- ઝોનનો વાર્ષિક ઈજારો પૂરો થયા પછી પણ જૂનો વર્ક ઓર્ડર ને આધારે ૭૦ લાખના ખર્ચે રોડ બનાવ્યો શું આ કાયદાની વિરુદ્ધ નથી?
- ઇજારાની જયારે સ્ટેન્ડિંગ કમિટીમાં એક્સટેન્શન માટેની દરખાસ્ત રજુ થયેલ ન હોય તો કયા આધારે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો?
- વ્યક્તિગત વેપારમાં લાભ થાય થાય એની માટે રસ્તો બનાવ્યો હોય તો કયા આધારે વ્યક્તિગત લાભ થયો તેની તપાસ થવી જોઈએ
છેલ્લા દોઢ મહિનાથી રોડનું કામ ચાલતું હતું તો પાલિકા કેમ અજાણ હતી?
રોડ પ્રોજેકટ ના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પરાક્રમસિંહ જાડેજાએ પોતાના અંગત સ્વાર્થ ને લીધે કાયદા વિરુદ્ધ નું કામ કર્યું છે તો આવા પરિબળોને પાલિકા જવાબદાર પદ પરથી દૂર કરવા જોઈએ અને મેયરશ્રીની પ્રથમ નાગરિક તરીકેની જવાબદારી બને છે કે જ્યારે વડોદરા શહેર ના વિસ્તારમાં અને નવા ગામો કોર્પોરેશનમાં સમાવેશ કર્યા છે ત્યાં જ રોડ રસ્તાની સુવિધા નથી અને વડોદરાની ઓળખ ખાડોદરા જેવી થઈ ગઈ હોય તો શહેરના હિતમાં પહેલા રહેણાંક વિસ્તારમાં રસ્તાની સુવિધા પૂરી પાડવી જોઇએ અને પછી બિન રહેણાંક વિસ્તારમાં વિકાસના કામો કરવા જોઈએ. આવી છાણી વિસ્તારની રોડની એક પોલ ખુલી છે જે મેયર શ્રી ના ધ્યાનમાં નથી આવા વિકાસના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે તેની પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ત્યાં પ્રથમ નાગરિક તરીકે મેયર શ્રી એ તપાસ કરવાની જરૂર છે.
મેયર શ્રી ને નમ્ર અપીલ છે કે ગેરકાયદેસર કામ ને સાચું સાબિત કરવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પ્રયાસ કરતા હોય તો તમે તેને અટકાવીને જવાબદાર લોકો પર આકરા પગલાં લેવા જોઈએ. અધિકારીઓએ અને ચૂંટાયેલી પાંખે શહેરની જનતા માટે પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ નહીં કે સત્તા પર બેસેલા લોકો પોતાના અંગત સ્વાર્થ ને પ્રથમ પ્રાધાન્ય આપે.
આભાર સહ
પ્રશાંત પટેલ
પ્રમુખ, વડોદરા શહેર કૉંગ્રેસ
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર તું ફેસબુક પર વિદેશની છોકરીઓ સાથે ચેટિંગ શું કામ કરે છે?
ટાઈગર – દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો સારા થાય એ માટે…
પકડું – પણ, તારું અંગ્રેજી તો સારું છે નહીં…
ટાઈગર – ગુગલ ગુજરાતીનું અંગ્રેજી કરી આપે છે એટલે એનો આભાર…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz