• મધ્યગુજરાતની તમામ કોલેજમાં પીપળીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની રોશની પાઠક પ્રથમ ક્રમે આવી.
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આનંદીબહેન પટેલના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાયો.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા | સાસુ – સસરાં અને વડસાસુ સાથે સંયુક્ત કુટુંબમાં રહી, પરીવારની જવાબદારીઓ પૂરી કરવા સાથે અભ્યાસ કરનાર પરિણીતા રોશની બ્રિજ પાઠકે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

કારેલીબાગ વિસ્તારમાં રહેતી 37 વર્ષિય ગૃહિણી શ્રીમતિ રોશની બ્રિજ પાઠકે સંતાનને જન્મ આપ્યા બાદ અભ્યાસ કરવાનું નક્કી કર્યું. જેમાં પતિ બ્રિજ પાઠક સહિત સાસુ ઇલાબહેન અને સસરાં રાજેન્દ્રભાઈએ સહકાર આપ્યો હતો. પીપળીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોશનીએ હિન્દી વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. ધો. 7માં અભ્યાસ કરતાં દિકરા ભવ્યની કાળજી લેવામાં સાસુ – સસરાં અને વડસાસુનો સહકાર પ્રાપ્ત થયો હતો.

પીપળીયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની વિદ્યાર્થિની રોશનીએ હિન્દી વિષયમાં મધ્ય ગુજરાતની તમામ કોલેજોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તાજેતરમાં ગોધરા ખાતે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનાં પ્રથમ પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલના હસ્તે રોશની પાઠકને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

અત્રે નોંધનિય છે કે, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને રોશની બ્રિજ પાઠકે સમસ્ત બ્રહ્મ સમાજ અને શ્રીગૌડ જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. તેમજ જયંત પાઠક, સરોજ પાઠક, રમણ પાઠક, અને સસરા રાજેન્દ્ર પાઠકના સાહિત્ય વારસામાં વધારો કર્યો છે.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…

ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.

પકડું – કેમ ભાઈ?

ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *