- બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પરિવાર રીક્ષામાં જઈ રહ્યો હતો.
- સંખેડા તાલુકાના મંગલભારતી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । છોટાઉદેપુરના સંખેડા તાલુકાના મંગળભારતી ગામ પાસે ટેન્કરે રીક્ષાને ટક્કર મારતાં વડોદરાના પરિવારના છ શખ્સોને ઇજા પહોંચી હતી જ્યારે 10 માસના બાળકનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે વડોદરાના ફતેપુરા ભાંડવાડા ખાતે ગમગીની છવાઈ ગઈ હતી.
વડોદરાના ફતેપુરા ભાંડવાડામાં રહેતો પરિવાર બોડેલી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રીક્ષામાં નિકળ્યો હતો. દરમિયાનમાં મંગલભારતી ગામ પાસે ટેન્કર ચાલકે રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રીક્ષા લટપી મારી દેતાં પરિવારજનોએ બૂમરાણ મચાવી દીધી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતાં.
અકસ્માતના બનાવમાં સલીમ પઠાણ, ઇરફાનભાઈ, સઈદાબહેન, સાયરાબાનુ મો.ખલીલ શેખ, શેખ અક્સાબાનુ મો. ખલીલ શેખ અને આયશાબાનુ ઇરફાન શેખને ઇજા પહોંચી હતી જ્યારે 10 માસના અબ્દુલ અહદનું મોત નિપજ્યું હતું.
ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ડભોઈ ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી ધરી હતી.

मोदी जी की आयुर्वेदिक चाय
और प्रती माह रुपए 5,000 से 50,000 या उससे अधिक कमाए
ज्यादा जानकारी के लिए 9426705578 पर संपर्क करे
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર, કાલે રાત્રે બાથરૂમ ગયો તો અંદર ભૂત હતું.
પકડું – પછી… પછી શું થયું?
ટાઈગર – કંઈ નહીં… મેં તો ભૂતને કહી દીધું, તમે પતાવી લો… મારી તો થઈ ગઈ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz