બળાત્કાર કેસનો આરોપી મુંબઈના મીરા રોડ પર રીક્ષા ચલાવતો હોવાની બાતમી મળી હતી.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । વર્ષ 2016માં શહેરના સ્ટેશન વિસ્તારમાં થયેલા બળાત્કાર કેસમાં નાસતાં ફરતાં આરોપીને સયાજીગંજ પોલીસ મુંબઈથી ઝડપી પાડ્યો હતો.
સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઈ. એમ. પી. ચૌધરીને બાતમી મળી હતી કે વર્ષ 2016માં એસ.ટી. ડેપો પાસે થયેલાં સામુહિક બળાત્કારના કેસનો એક આરોપી 42 વર્ષિય અત્તાઉલ્લાખાન અસ્ફાકખાન પઠાણ (મૂળ રહે. ઉત્તર પ્રદેશ. અગાઉ રહે. અહેમદરજા નગર, લોકો શેડ સામે, નવાયાર્ડ, વડોદરા) હાલ મુંબઈ ખાતે ભાયંદર ઇસ્ટમાં રહીને મીરા રોડ પર રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
બાતમીને આધારે સયાજીગંજ પોલીસે મુંબઈ ખાતે જઈને આરોપીને ઝડપી પાડવા અંગે મંજુરી માંગી હતી. મંજુરી પ્રાપ્ત થયા બાદ સયાજીગંજ પોલીસની ટીમે મુંબઈ જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં આરોપીએ ગુનાની કબુલાત કરતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
છ વર્ષ જૂના કેસના ભાગેડુ આરોપીને ઝડપી પાડવામાં સયાજીગંજ પોલીસ મથકના પી.આઈ. આર.જી. જાડેજા, પી.એસ.આઈ. એમ. પી. ચૌધરી, એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ નટવરસિંહ, હે.કો. દિપકકુમાર જબ્બરસિંહ, હે.કો. નિતીનભાઈ રમેશચંદ્ર, હે.કો. જેશીંગભાઈ ચંદુભાઈ, પો.કો. આઝાદ રઘુનાથ, પો.કો. કાંતીભાઈ હમીરભાઈ અને અ.લો.ર. નવદીપસિંહ દશરથસિંહ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
પકડું – યાર ટાઈગર જો મને બીજું ભેજુ લગાડવાની જરૂર પડે તો હું તારું ભેજું જ લગાડવાનું માંગીશ.
ટાઈગર – એટલે કબુલ કરે છે ને કે મારું ભેજું જીનીયસ છે.
પકડું – અરે ના યાર, મારી ઇચ્છા એવું ભેજું લગાડવાની છે જેનો ખ્યારેય ઉપયોગ જ ના થયો હોય.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz