• વડોદરા પાસે સેવાસી રોડ પર આવેલા સર્વિસ સ્ટેશન ખાતે બનેલી ઘટના.
  • 81 વર્ષિય રાજેન્દ્રસિંહ જામદારે કાર સર્વિસમાં આપી હતી.
  • સર્વિસ બાદ ટેસ્ટ ડ્રાઈવ પરથી પરત ફરતી કારમાં લાગી આગ.

[Mehulkumar Vyas – 9978918796]

વડોદરા ગઈકાલે મોડી રાત્રે સેવાસી રોડ પર એક BMW કારમાં આગ લાગી જવાને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. બનાવને પગલે દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાપુરાના વૃદ્ધે BMW કાર સર્વિસમાં આપી હતી.

મહાપુરા ગામમાં નિવૃત્ત જીવન ગુજારતાં 81 વર્ષિય રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જામદારે પોતાની BMW કાર સેવાસી રોડ પર આવેલા સર્વિસ સ્ટેશનમાં સર્વિસ માટે મોકલી હતી. કારની સર્વિસ થઈ ગયા બાદ ગઈકાલે મોડી રાત્રે સર્વિસ સ્ટેશનનો કર્મચારી કારની ટેસ્ટ ડ્રાઈવ પર નિકળ્યો હતો.

ટેસ્ટ ડ્રાઈવથી પરત ફરતી વખતે કારમાં ધુમાડો નિકળતાં જ સર્વિસ સ્ટેશનનો કર્મચારી કાર પાર્ક કરીને બહાર નિકળી ગયો હતો. ગણતરીની પળોમાં કારમાંથી આગની જ્વાળાઓ નિકળવા માંડી હતી. BMW કારમાં આગ લાગતાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. વાહન વ્યવહાર ખોરવાઈ જવા સાથે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતાં.

બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગને પગલે BMW કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી.

(આજનો Funrang જોક)

ટાઈગરની આળસવૃત્તિને કારણે પકડું ખુબ અકળાયેલો છે.

પકડું – ટાઈગર, તું એક કામ કર સેનામાં ભરતી થઈ જા…

ટાઈગર – અરે ના ભાઈ, મને તો એ પણ નથી ખબર કે બંદુકનું નાળચું કઈ બાજુ રાખીને ફોડવામાં આવે છે.

પકડું – એનો કશો વાંધો નથી, બંદુકનું નાળચું ગમે તે બાજુ રાખીને ફાયર કરજે… દેશનું ભલું તો કરીશ જ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )

9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *