- વર્ષ 2020માં લગ્નની લાલચે સગીર પ્રેમીએ પ્રેમિકાને ભગાડી હતી.
- વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝુપડપટ્ટીના મકાનમાં રહેતા હતાં.
Mehulkumar Vyas. [9978918796]
વલસાડ । બે વર્ષ અગાઉ લીમખેડાથી ભાગેલા સગીર પ્રેમીપંખીડાઓને રાવપુરા પોલીસે શોધી કાઢ્યા હતાં. પોલીસે કિશોરને ડિટેઈન કર્યો હતો જ્યારે કિશોરીનું સી ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2020માં લીમખેડાનો એક સગીર લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી સગીરાને ભગાડી ગયો હતો. છેલ્લા બે વર્ષથી તેઓ નાસતા – ફરતાં હતાં. દરમિયાનમાં રાવપુરા પોલીસને બાતમી મળી હતી કે, વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલી સુભાષનગર ઝુપડપટ્ટીના એક મકાનમાં સગીર – સગીરા રહે છે. જેને પગલે રાવપુરા પોલીસની સી ટીમ દ્વારા મકાનની ખરાઈ કરવામાં આવી હતી.
બાદમાં મકાનમાં તપાસ કરતાં સગીર પ્રેમી અને સગીરા મળી આવ્યા હતાં. પોલીસે સગીર ને ડિટેઈન કર્યો હતો. જ્યારે સગીરાનું સી ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. અને તેના પિતાને જાણ કરવામાં આવી હતી. બંનેને લીમખેડા પોલીસને સુપરત કરી રાવપુરા પોલીસે બે વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
બે વર્ષથી નાસતાં ફરતાં સગીરને શોધી કાઢવામાં રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. રાજુભાઈ, એ.એસ.આઈ. સલાઉદ્દીન, એ.એસ.આઈ. ઉદેસિંહ, હે.કો. સંદિપભાઈ, હે.કો. મુખ્તારઅહેમદ, એલઆરડી અજયભાઈ, એલઆરડી આકાશભાઈ, એલઆરડી ઉષાબહેન, એલઆરડી ધ્રુતિકાબહેન અને એલઆરડી ભરતભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ટાઈગર ઘરના ઓટલે બેઠો હતો. ત્યાં એક ભિખારી આવ્યો. ટાઈગરને મનમાં સ્હેજ ગુસ્સો આવ્યો.
ભિખારી – સાહેબ કંઈ ખાવાનું આપો ને…
ટાઈગર – હજી ખાવાનું બન્યું નથી…
ભિખારી – સારું, મારો નંબર રાખો… ખાવાનું બને તો ફોન કરી દેજો…
ટાઈગર – એના કરતાં તું મારો નંબર લખ… અને કંઈક ખાવાનું મળે તો મને ફોન કરજે… લાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz