- કાંચનાર આયુર્વેદિક રીતે ખૂબ ઉપયોગી વૃક્ષ.
- શનિવારે વસંત પંચમી – સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શનિવારે મહા સુદ પાંચમના રોજ વસંત પંચમી છે. જ્ઞાન અને ચેતનાની દેવી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિદેવ દ્વારા પૂજિત વીણાવાદીની સરસ્વતીનો એ પ્રાગટ્ય દિવસ છે. વસંત પંચમી થી પુષ્ટિ સંપ્રદાયમાં ૪૦ દિવસના હોળી ખેલ ઉત્સવનો મંગળ પ્રારંભ થાય છે. તો બંગાળમાં આ દિવસ સરસ્વતી વંદના પર્વ તરીકે સાંસ્કૃતિક રીતે ઉજવાય છે.
ઋતુરાજ વસંત સાથે જોડાયેલી છે આ વસંત પંચમી. વસંત આવે એટલે આમ તો સમગ્ર પ્રકૃતિ ખીલી ઊઠે છે. કેસુડા નું નામ તો જાણે વસંતનો પર્યાય બની ગયું છે.
જો કે વસંતનો છડીદાર એકલો કેસુડો નથી. વસંતમાં કાંચનાર પુષ્પોની ચાદર ઓઢીને વસંતને આવકારે છે. ફૂલો થી છવાયેલું આ વૃક્ષ પણ જાણે કે વસંતની રમણીયતાનું તેના કોમળ અને મનમોહક પુષ્પો થી કાવ્યગાન કરે છે.
આયુર્વેદની એક ખૂબ જાણીતી ઔષધિ છે કાંચનાર ગુગ્ગળ. મુકુલ વૃક્ષમાં થી મળતા ગુગ્ગળ અને કાંચનાર ના અર્કના સમન્વય થી આ ઔષધ બને છે. ચરક અને સુશ્રુત સંહિતામાં પણ કાંચનાર ના ઔષધીય ગુણોનું વર્ણન છે. એના ફૂલ,પાંદડા,છાલ,થડ,બીજ, બધું જ જુદી જુદી રીતે ઉપયોગી છે. એના પુષ્પોની સુગંધિત પાંદડીઓ નો સજાવટમાં ઉપયોગ થાય છે. અંગ્રેજીમાં તે mountain ebony, butterfly Ash જેવા નામો થી ઓળખાય છે. Legume પરિવાર ની આ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Bauhinia variegate છે.
તેજસ્વી ગુલાબી અને ચમકતા શ્વેત,એવા બે પ્રકારના રંગ વૈભવ થી અલંકૃત એના પુષ્પોની શોભા વસંતમાં માણવા જેવી છે. કેસુડા પરથી નજર હટાવો તો કાંચનાર, ટિકોમા જેવા પુષ્પ વૃક્ષો આ ઋતુમાં વસંતની મનોહરતા વિખેરતા જોઈ શકાય છે. આ હરિતપર્ણી વૃક્ષ કોઈપણ ઉદ્યાનની શોભા વધારી શકે છે.
કાંચનાર ભારતના વિવિધ પ્રાંતોમાં જોવા મળતું ૧૦ થી ૧૨ મીટરની મધ્યમ ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે જે પ્રાંત પ્રમાણે જુદાં જુદાં નામે ઓળખાય છે. ભારતીય ઉપખંડના દેશો, ચીન, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાં આ વૃક્ષ જોવા મળે છે.
વસંત પંચમી એ રંગ અને ઉર્મિઓના ઉત્સવોનું પ્રવેશદ્વાર છે તો આ કાંચનાર પણ વૈભવી વસંતનું છડીદાર છે.
ઊર્મિશીલ કવિ,સાહિત્ય મર્મજ્ઞ ભાગ્યેશ ઝા એ એની મુલવણી ભારતીય સંસ્કૃતિના પ્રેમ પર્વ indian valentine’s day તરીકે કરી છે. કવિ શ્રેષ્ઠ કાલિદાસે ગ્રંથો ભરીને વસંતનો મહિમા કર્યો છે. એવા આ ઋતુરાજના ઓછા જાણીતા છડીદાર કાંચનાર નું ફૂલો થી લદાયેલું વૃક્ષ આસપાસમાં ક્યાંય જોવા મળે તો એને આ ઋતુમાં મન મૂકીને નીરખી લે જો. વસંત સાર્થક થઈ જશે. (વિવિધ સ્ત્રોતોના આધારે સંકલિત લેખન)
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ એક જ વિડીયોમાં)
(આજનો Funrang જોક)
(ટાઈગર મોં લટકાવીને બેઠો હતો. ત્યાં એક વડીલ આવ્યા)
વડીલ – ટાઈગર શું થયું? કોઈ ટેન્શન છે?
ટાઈગર – ટેન્શન તો નથી કાકા. . .
વડીલ – જે વાત હોય મને જણાવ. . . હું રસ્તો કાઢી આપીશ.
ટાઈગર – કાકા, એમાં એવું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું. . . કંઈ સમજાતું નથી કે શું કરું. . .
વડીલ – એમાં શું મુંઝાવાનું. . . જા એના બાપાને ચા – નાસ્તો કરવા લઈ જા. . . અને લગ્નની વાત કરી નાંખ. . .
ટાઈગર – (ઉભો થઈ જાય) ચાલો કાકા. . . ચા – નાસ્તો કરવા. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz