- અઢી વર્ષની બાળકીએ માતા ગુમાવી.
- પાદરા તાલુકાના મોભા ગામમાં બનેલી ઘટના.
- મામલો આત્મહત્યાનો નહીં પણ હત્યાનો હોવાની મૃતકના પરિવારજનોને આશંકા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની 25 વર્ષિય પત્નીએ ભેદી સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી છે. દોઢ વર્ષની બાળકીને રઝળતી મુકી બહેન આપઘાત કરી જ ના શકે તેવા વિશ્વાસ સાથે મૃતકના ભાઈએ હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી ડી.વાય.એસ.પી.ને રજૂઆત કરી છે. વડુ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતાં અને માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતાં ચિરાગ અપાર્થીના લગ્ન છ વર્ષ અગાઉ ગીર સોમનાથના તલાલા તાલુકાના હડમસીયા ગામની રહેવાસી 25 વર્ષિય અંકિતાબહેન સાથે થયાં હતાં. સંયુક્ત પરિવારમાં રહેતાં દંપત્તિની અઢી વર્ષની બાળકી છે.
અઢી વર્ષની દિકરીની ચિંતા કર્યા વગર અંકિતાએ ઘરના સિલિંગ ફેન પર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં મોભા ગામ સહિત જિલ્લા પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે જાણ થતાં માસર રોડ તેમજ વડુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો બીજી તરફ, પત્નીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં ચિરાગ અપાર્થી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.
બીજી તરફ, બનાવ અંગે જાણ થતાં દોડી આવેલા અંકિતાના ભાઈ રવિ સહિતના પરિવારજનોએ બનાવ આત્મહત્યાનો નહીં પરંતુ હત્યાનો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જિલ્લા ડી.વાય.એસ.પી.ને મળી અંકિતાના મૃતદેહનું પેનલ ડૉક્ટર પોસ્ટમોર્ટમ કરાવવાની માગ કરી, મૃતકને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી.
અંકિતાના ભાઈ રવિનો એવો આક્ષેપ છે કે, લગ્ન થયા ત્યારથી ચિરાગ અંકિતાને ત્રાસ આપી રહ્યો છે. પતિ સહિતના સાસરીયાઓનો પણ અંકિતાને અસહ્ય ત્રાસ હતો. મારી બહેન અંકિતા અઢી વર્ષની દિકરીને રઝળતી મુકી આવું પગલું ભરે જ નહીં. તેણે આપઘાત નથી કર્યો પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર ડેટ અને તારીખમાં શું ફરક છે?
અમન – જો ભાઈ, ડેટમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવાનું હોય અને તારીખમાં વકીલ સાથે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz