• 19 વર્ષિય દિલીપ રાઠવાના 7 એપ્રિલે પરિવારે શોધેલી યુવતી સાથે લગ્ન લેવાયા હતાં.
  • ઉર્મિલાને પ્રેમ કરતાં દિલીપને અન્ય યુવતી સાથે લગ્ન મંજૂર નહોતા.
  • પ્રેમી સાથે જીવન વિતાવવું શક્ય ના લાગતાં, પ્રેમી પંખીડાએ દુપટ્ટાથી હાથ બાંધી સજોડે આપઘાત કર્યો.

[Funrang Founder / Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

વડોદરા સમાજ પોતાના પ્રેમને સ્વિકારશે નહીં એવી ગણતરીએ તાજેતરમાં વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં સજોડે આપઘાત કરનાર પ્રેમી પંખીડાના મૃતદેહ બંનેના હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, તા. 7 એપ્રિલના રોજ યુવકના લગ્ન પરિવારે શોધેલી યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ જિલ્લાના કંજરી પાણીયા ગામના કોતર ફળિયામાં રહેતાં રાઠવા પરિવારમાં પાંચ બહેનો અને ત્રણ ભાઈઓ છે. ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતાં આ પરિવારના સૌથી નાના દિલીપની પરિવારજનોએ તાજેતરમાં સગાઈ કરી હતી. તા. 7 એપ્રિલના રોજ તેના લગ્ન લેવામાં આવ્યા હતાં.

બીજી તરફ, દિલીપને ઉર્મિલા સાથે પ્રેમ સંબંધ હતો. લગ્નના દિવસો નજીક આવી રહ્યા હોવાથી બંને પ્રેમી પંખીડાઓને સાથે નહીં જીવી શકાય એની ખાતરી થઈ ગઈ હતી. જેને પગલે ગત શુક્રવારે દિલીપનો મોટાભાઈ લગ્નની કંકોતરી આપવા નિકળ્યા હતાં ત્યારે દિલીપ ઉર્મિલાને બાઈક પર બેસાડી રાજપુરા ગામ પાસે પસાર થતી કેનાલે પહોંચ્યો હતો.

દિલીપ અને ઉર્મિલાએ ઓઢણીથી હાથ બાંધીને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. બાદમાં કેનાલ પાસેથી દિલીપની બાઈક મળી આવતાં બનાવ અંગે આપઘાત અંગે ફરિયાદ નોંધી, પ્રેમી પંખીડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં બનાવના ત્રણ દિવસ બાદ રવિવારના રોજ રૂપાપુરા ગામ પાસેની કેનાલમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતાં.

(આજનો Funrang જોક)

અમન – તકલીફ કોને કહેવાય?

ચમન – જેને સમજો એને….

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *