[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગઈકાલે ગુજરાત વિધાનસભાના સભ્યોને સંબોધવા ગાંધીનગર પહોંચ્યા હતા. ત્યારે વડોદરાના રંગોળી કલાકારો દ્વારા તૈયાર થયેલી રંગોળી નિહાળીને રાષ્ટ્રપતિ આનંદિત થઈ ગયા હતાં.
કલાકાર રાજેન્દ્ર પી. દિન્ડોરકરે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં સંબોધન કરવા આવી રહેલાં રાષ્ટ્રપતિના સ્વાગત માટે રંગોળીમાં તેમનું પોટ્રેટ તૈયાર કરવા અમોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ નાગરિકનું પોટ્રેટ બનાવતી વખતે, અમે તેમના પોર્ટ્રેટમાં લાક્ષણિકતા અને હાવભાવથી જીવંતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ તેમની રંગોળીથી તૈયાર કરેલ પોટ્રેટથી ખૂબ જ ખુશ અને આકર્ષિત થયા હતા અને અમારા કામની પ્રશંસા કરી હતી, જે અલબત્ત, અમારી માટે ગર્વ લેવા જેવી બાબત છે.
વધુમાં જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ, ગુજરાતના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષા દ્વારા અમારી કલાને નિહાળી પ્રશંસા કરવામાં આવી છે, જે વડોદરાનો રહેવાસી હોવાનો ગૌરવ અનુભવું છું.
(આજનો Funrang જોક)
અમન – એમ કહેવાય છે કે, દિકરી તો પારકું ધન કહેવાય…
ચમન – હા… એ તો છે…
અમન – તો પછી દિકરો શું કહેવાય?
ચમન – લોનધારક… પારકું ધન ઘરે લઈ આવે અને ટુકડે ટુકડે કિંમત ચુકવે… સમજ્યો…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz