- સમા વિસ્તારમાં ઉર્મિ સ્કૂલ પાસે ઝુપડપટ્ટીમાં ચાલતાં દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જ્યારે કોઈ પોલીસ મથક વિસ્તારમાં દારૂની રેઈડ પાડવામાં આવે છે ત્યારે એ સ્થાનિક પોલીસ મથકનું નાક કપાતું હોય છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થતાં હોય છે. આવી જ એક ઘટના ગતરોજ વડોદરામાં બનવા પામી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સ્થાનિક પોલીસનું ‘નાક કાપવા’ સમા વિસ્તારમાં દરોડો પાડવા પહોંચી હતી. જોકે, બુટલેગરોએ ટીમ પર હુમલો કરતાં મામલો અવળો થઈ ગયો હતો. આજે હરણી અને સમા પોલીસે સાથે મળી હુમલામાં સંડોવાયેલી મા – દિકરી સહિતના છ શખ્સોને ઝડપી પાડી એક રીતે સ્થાનિક પોલીસની આબરૂ સાચવી લીધી છે એમ કહેવું ખોટું ના ગણાય.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, વડોદરા શહેરમાં ઉર્મિ સ્કૂલ પાસે આવેલી ઝુપડપટ્ટીમાં ધીરજ પાંડે અને તેના સાગરીતો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. બાતમીને આધારે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પંચોને સાથી રાખી ખાનગી વાહનમાં ઉર્મિ સ્કૂલ પાસેની ઝુપડપટ્ટીમાં આવી પહોંચ્યો હતો.
ટીમ દ્વારા ઝાડી ઝાંખરામાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતાં, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ઝડપાયેલા પૈકી એક શખ્સ દિલીપ ડામોરે જણાવ્યું કે ધીરજ પાંડેના કહેવાથી તે દારૂ વેચે છે. બાદમાં તેની પાસેથી ધીરજ પાંડેનો નંબર મેળવીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમા પોલીસને જાણ કરી, વધારાનો સ્ટાફ બોલાવાયો હતો.
સમા પોલીસ મથકનો સ્ટાફ પહોંચે એ પહેલાં લાકડીઓ – પત્થરો સાથે ટોળું ધસી આવ્યું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર પત્થરમારો કર્યો હતો. સાલાઓને મારો… એવી બૂમો પાડી પીએસઆઈ રાઠવા સહિતના સ્ટાફ પર હુમલો કર્યો હતો. દિલીપ ડામોરની પત્ની અને દિકરીએ પણ પોલીસ પર હુમલો કર્યો હતો અને દિલીપને છોડાવીને ભાગી છૂટ્યા હતાં. બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ દ્વારા સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુમલો થવાની ઘટનાને પગલે વડોદરા શહેર પોલીસ તંત્રના ઉપરી અધિકારીઓએ હુમલાખોરોને ઝડપી પાડવા માટે સુચના આપતાં એક્શનમાં હરણી પોલીસ મથકના પી.આઈ. વી.બી. આલ અને સમા પોલીસ મથકના પી.આઈ. એન. એચ. બ્રહ્મભટ્ટ દ્વારા સંયુક્ત ટીમ બનાવી માં – દિકરી સહિતના છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતાં.
સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુમલો કરવાના બનાવમાં પોલીસે સમા ગામમાં રહેતાં બુટલેગર ધીરજ રાજકુમાર પાંડે, દિલીપ મનાભાઈ ડામોર, રાહુલ ઉર્ફે ભાઠો મારવાડી, ભાયલાલ માળી, મંજુલાબહેન દિલીપ ડામોર અને રૂષિકા દિલીપ ડામોરને ઝડપી પાડ્યા હતાં.
હુમલાખોર બુટલેગર અને એના સાગરીતોને ઝડપી પાડવામાં હરણી પોલીસ મથકના પી.આઈ. વી.બી. આલ, સમા પોલીસ મથકના પી.આઈ. એન. એચ. બ્રહ્મભટ્ટ, સમા પોલીસ મથકના પી.એસ.આઈ. કે.પી. ખરાડી, હે.કો. મયુરસિંહ દાજીભાઈ, હે.કો. કિરીટસિંહ બેચરસિંહ, હે.કો. નાગેન્દ્રસિંહ ભવરસિંહ, પો.કો. અલ્પેશકુમા છનાભાઈ અને લો.ર. વિશાલ હીરાભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
(ચમનને લૂઝ મોશન થઈ ગયાં. એ ડૉક્ટરને બતાવવા ગયો.)
અમન – સર, મારા દોસ્તને બહુ ઝાડા થઈ ગયાં છે.
ડૉક્ટર – અચ્છા… તો લીંબુ શરબત પીવાનું રાખો…
ચમન – (દુઃખી થતાં) સાહેબ, લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz