• વડોદરાના જેલ રોડ પર પડું પડું થતાં ટ્રાફિક સિગ્નલને રિપેર કરવાનો તંત્ર પાસે સમય નથી.
  • શક્ય છે સયાજી હોસ્પિટલ નજીક હોવાથી દુર્ઘટના ટાણે ઇજાગ્રસ્તોને તાત્કાલિક રાહત મળી શકે એમ હોવાને કારણે તંત્ર દ્વારા સમારકામમાં સમય બગાડવામાં આવતો નથી.
  • રોજ હજારો વાહનો પસાર થતાં હોવા છતાં ટ્રાફિક સિગ્નલ રાહદારીઓને માથે જોખમ ના આવે એ માટે પડતું નથી.

[Funrang Founder / Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

વડોદરા મોટાભાગના સરકારી અધિકારીઓ – કર્મચારીઓ કામ કરવામાં ખેચરાં હોય છે એવી લોકોની માન્યતા છે. કામ કરવામાં ખેંચરા સરકારી અધિકારીઓ – કર્મચારીઓએ વડોદરાના જેલ રોડ પર કપરી હાલતમાં ફરજ બજાવતાં ટ્રાફિક સિગ્નલ પાસેથી ફરજપરસ્તી શિખવા જેવી ખરી… કદાચ કોઈ રાહદારીએ ટ્રાફિક સિગ્નલને પુષ્પા ફિલ્મનો ડાયલોગ સંભળાવ્યો હોય એવું બની શકે… અને તેથી જ એ ઝુકેગા પર રૂકેગા નહીં… બોલતો બોલતો ફરજ બજાવતો હશે… જોકે, બિચારાને દાઢી ના હોવાનો રંજ પણ રોજ સતાવતો હશે.

શહેરના જેલ રોડ પર સયાજી હોસ્પિટલના ગેટ પાસે આવેલા વિચિત્ર રંગેરંગાયેલા રેડિયો સર્કલ પાસે એક ટ્રાફિક સિગ્નલનો બિચારો થાંભલો મહિનાઓ પહેલાં સર્જાયેલા અકસ્માતને કારણે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાંભલાને લોહી ના નિકળ્યું હોવાથી એને સયાજી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો નહોતો.

છેલ્લાં ઘણાં સમયથી રાહદારીઓને ગાંધીના ગુજરાતમાં પીને ઢુસ્સ થઈ ગયો હોય એવો લાગતો ટ્રાફિક સિગ્નલનો થાંભલો ખરેખર સંપૂર્ણ સભાન અવસ્થામાં છે. અને રોડ પરથી પસાર થતાં વાહનચાલકો માટે જોખમી થઈ શકે એમ હોવા છતાં પડતો નથી. અને સરકારી તંત્રને એની દશા દેખાતી નથી. તેમ છતાં સંપૂર્ણ ફરજપસ્ત થાંભલો રાહદારીઓને લાલ – લીલા – પીળા સિગ્નલ બતાવી રહ્યો છે.

એવી શક્યતા છે કે, ટ્રાફિક સિગ્નલની પાસે સયાજી હોસ્પિટલ હોવાને કારણે, ભવિષ્યમાં કદાચ વાવાઝોડાં કે અન્ય સંજોગોમાં ટ્રાફિક સિગ્નલ પડી જાય અને રાહદારી વાહનચાલકને ઇજા પહોંચે તો પણ ઇજાગ્રસ્ત / ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે એમ છે. તેને કારણે જ સરકારી તંત્ર ટ્રાફિક સિગ્નલના સમારકામમાં સમય અને નાણાં બગાડવાનો વિચાર કરતું નથી.

(આજનો Funrang જોક)

(ચમનનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. હોસ્પિટલના બીછાને પડેલાં ચમનને જોવા અમન ગયો.)

અમન – હવે તો બહુ સારો થઈ ગયો… લાગે છે…

ચમન – હા નસીબથી બચ્યો… અને સાજો પણ થઈ ગ્યો… છતાં બીક લાગે છે…

અમન – હવે શેની બીક લાગે છે?

ચમન – જે ટ્રક સાથે એક્સિડન્ટ થયો હતો એની પાછળ લખ્યું હતું – જીવતા રહિશું તો ફીર મળીશું.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *