- કલ્પેશ પટેલે આપેલો રૂ. 25 લાખનો ચેક બાઉન્સ થવા અંગેના કેસનો ચુકાદો આવ્યો.
- અગાઉ ફાયરિંગ કેસમાં સંડોવાયેલા કલ્પેશ પટેલને ટિકીટ આપી ભાજપાએ નાક કપાવ્યું?
- ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સામે પાર્ટી કોઈ પગલાં લેશે?
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । માંજલપુર વિસ્તારના પૂર્વ કૉંગ્રેસી કાઉન્સિલર ચિરાગ ઝવેરી સામે વોર્ડ ઓફિસમાં લેંઘાનું નાડું ઉતારી નાંખ્યું કે ઉતરી ગયું… એ જે હોય તે… પણ, લેંઘાના નાડા છૂટવાના કાંડમાં ચર્ચાયેલા અને અગાઉ ફાયરિંગ કેસના વિવાદમાં સપડાયેલા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને રૂ. 25 લાખનું કરી નાંખવાના કેસમાં અદાલતે એક વર્ષ જેલની સજા ફટકારતાં શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
વિવાદીત ભૂતકાળ ધરાવતાં માલેતુજારો ઉમેદવારોને ચૂંટણી ટાણે મેન્ડેટ આપવાની પરંપરા દરેક પક્ષે જાળવી રાખી છે. જોકે, આવા ઉમેદવારોને કારણે પાર્ટીએ નાક કપાવવાનો વારો પણ આવતો હોય છે. પરંતુ, સત્તાના જોરે આવા ઉમેદવારોને બચાવી લેવાનો પણ શિરસ્તો ચાલતો હોય છે. ત્યારે વડોદરામાં બનેલી ઘટનામાં સંડોવાયેલા કાઉન્સિલરનું ભાજપા શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ કેવું ઓપરેશન કરે છે? એના પર લોકોની નજર રહેશે.
સમા સાવલી રોડ પર આવેલી ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા ઉપેન્દ્ર જવાહરભાઈ શાહનો પરિચય તેમના સગા નટવરલાલ છોટાલાલ મારફતે માંજલપુર ખાતે પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતાં ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સાથે થયો હતો.
કાઉન્સિલ કલ્પેશ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હોઈ, નાણાંની જરૂર પડતાં તેણે જાન્યુઆરી 2016માં ઉપેન્દ્ર શાહ પાસેથી તબક્કાવાર રૂ. 25 લાખ લીધા હતાં. અને નવો પ્રોજેક્ટ શરૂ કર્યો હોવાથી પ્રોજેક્ટ પુરો થયા બાદ નાણાં ચુકવી દઈશ, નફો થશે એમાંથી પણ નફો આપવાનું જણાવ્યું હતું.
જોકે, બાદમાં નાણાંની ચુકવણી કરવામાં કલ્પેશ પટેલે ગલ્લાં તલ્લા કર્યા હતાં. અને આખરે કલ્પેશ પટેલે ઉપેન્દ્ર શાહને ધી બરોડા સિટી કૉ-ઓપરેટિવ બેન્કની માંજલપુર શાખાનો તારીખ 25 ફેબ્રુઆરી 2018નો રૂ. 25 લાખનો ચેક ઉપેન્દ્ર શાહને આપ્યો હતો.
ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલે આપેલો ચેક બાઉન્સ થતાં ઉપેન્દ્ર શાહે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સમગ્ર મામલે આજે કોર્ટે સુનવણી કરતાં ભાજપી કાઉન્સિલર કલ્પેશ પટેલને એક વર્ષ કેદની સજા તેમજ 60 દિવસમાં નાણાં ભરપાઈ કરી દેવાનો આદેશ કર્યો હતો.
(આજનો Funrang જોક)
ચમન – તને ખબર છે, લગ્નની કંકોત્રીમાં વરના નામ આગળ ચિં. અને કન્યાના નામ આગળ અ.સૌ. કેમ લખવામાં આવે છે?
અમન – ચિં એટલે ચિરંજીવી અને અ.સૌ. એટલે અખંડ સૌભાગ્યવતી…
ચમન – અબે… એ તો બધાં માને છે બાકી એનો ખરો અર્થ હું તને જણાવું. ચિં. એટલે ચિંતાગ્રસ્ત થનારો… અ.સૌ. એટલે એકલી સૌને ભારે પડનારી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz