[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેર ભાજપ સંગઠનના 370 કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ કાઉન્સિલરો તેમજ હોદ્દેદારો માટે કાશ્મીર ફાઈલ્સ ફિલ્મનો શો આજરોજ યોજવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા મુખ્ય કાર્યકર્તાઓ મળી કુલ 370 કાર્યકર્તાઓ “ધ કાશ્મીર ફાઈલ્સ” નો મૂવી શો જોવા માટે વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા PVR સિનેમા સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે પોહચ્યાં હતા. સાસંદ શ્રીમતી રંજનબેન ભટ્ટના સહયોગ આ ફિલ્મ બતાવાઈ હતી.
વડોદરા મહાનગરના કુલ 370 કાર્યકર્તાઓને ખાસ “ધ કાશ્મીર ફાઈલસ્” મૂવી દર્શાવવાના પ્રસંગે ભાજપા મહાનગર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડીયા, સહીત શહેર સંગઠનના મહામંત્રીઓ, હોદ્દેદારો, કાઉન્સિલરો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ફિલ્મ નિહાળવા આવેલા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારો શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે, આ મુવી દ્વારા કાશ્મીરી પંડિતો ઉપર 1990 જે દમન આતંકવાદીઓ દ્વારા થયું હતું, તેઓ સમગ્ર ચિતાર લોકો સમક્ષ રજૂ થાય છે અને કાર્યકર્તાઓને અપીલ કરું છું, કે તેઓ પોતે પરિવાર સાથે પણ મુવી નિહાળે જેથી કાશ્મીરી પંડિતોએ ભૂતકાળમાં કેટલી યાચનાઓ ભોગવી છે તેનો પરિવારના સભ્યોને પણ ખ્યાલ આવે.
જ્યારે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, કાશ્મીર ફાઈલ મુવી દ્વારા વર્ષો પહેલા કાશ્મીરી પંડિતો સાથે જે ઘટનાઓ બની હતી તેનો કેટલોક ભાગ આ મુવીમાં દર્શાવવામાં આવ્યો છે. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં 370 અને 35એ કલમ રદ કરવામાં આવી જે વર્ષો સુધીની કાશ્મીરી પંડિતોની માગણી હતી. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વવાળી સરકારે આ કલમની રદ કરી કાશ્મીરી પંડિતો ને ખરા અર્થમાં ન્યાય અપાવ્યો છે. તેમણે પણ કાર્યકર્તાઓને પરિવાર સાથે આ મુવી જોવા માટે અપીલ કરી હતી.
(આજનો Funrang જોક)
ચમન – યાર મને આ જાપાનનો વડાપ્રધાન કિશીદા બંગાળી હોય એવું લાગે છે…
અમન – કેમ ભાઈ?
ચમન – કિશીદા… નામની પાછળ તો દા બંગાળમાં જ લગાડાય છે ને… સચિન દા, કિશોર દા…
અમન – ચમનીયાં… એનું નામ કિશી નથી… કિશીદા છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz