- વડોદરા શહેરની પાંચ વિધાનસભા વિસ્તારમાં યોજાયું વિરોધ પ્રદર્શન.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । પેટ્રોલ-ડીઝલ-ગેસ ની કિંમતોમાં રોજબરોજ બેફામ ભાવવધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભિષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી વિરોધ વ્યકત કરવા ‘મહેંગાઈ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોષીની સૂચનાથી પાંચ વિધાનસભામાં આયોજન કરવામાં આવ્યું હતું.
(૧) જેમાં વડોદરા સિટી વિધાનસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની આગેવાનીમાં પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર, પ્રદેશ પ્રતિનિધિ ગુણવંતભાઈ પરમાર, NSUI પ્રમુખ વ્રજ પટેલ તેમજ વોર્ડ પ્રમુખો દીપક પરમાર, હેમંત આમરે, અનિલ વાઘેલા તથા હોદેદારો હાજર રહ્યા હતાં.
(૨) સયાજીગંજ વિધાનસભામાં વિપક્ષ નેતા અમીબેન રાવતની આગેવાનીમાં સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા, પ્રદેશ પ્રવકતા નરેન્દ્ર રાવત, કોર્પોરેટર જહા ભરવાડ તેમજ વોર્ડ પ્રમુખો જયદીપ પરમાર, બલવંતસિંહ પરમાર તથા હોદેદારો હાજર રહ્યા હતાં.
(૩) રાવપુરા વિધાનસભામાં પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ, કોર્પોરેટર અલકા પટેલ, હરીશ પટેલ તેમજ વોર્ડ પ્રમુખો તીર્થ બ્રહ્મભટ્ટ, નિલેશ ખત્રી, સંતોષ ગોસ્વામી, શૈલેષ પટેલ તથા હોદેદારો હાજર રહ્યા હતાં.
(૪) માંજલપુર વિધાનસભામાં પૂર્વ કોર્પોરેટર ચિરાગ ઝવેરી, પ્રદેશ મંત્રી ભીખાભાઈ રબારી તેમજ વોર્ડ પ્રમુખો ચંદ્રશેખર પાટીલ, વિજય મત્તું, લાલા ભાઈ ભરવાડ તથા હોદેદારો હાજર રહ્યા હતાં.
(૫) અકોટા વિધાનસભામાં કોર્પોરેટર બાલું સર્વે તેમજ વોર્ડ પ્રમુખો ચિરાગ શાહ, દીપ પરમાર, સુરેશ ભાઈ ભરવાડ, રાજુ મકવાણા, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ અસ્ફાક મલેક તથા હોદેદારો હાજર રહ્યા હતાં.
વધુમાં જણાવવાનું કે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સાઇકલ લઈ મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વિરૂધ્ધ માં કાર્યક્રમ ના સ્થળ પર પોહચ્યા હતાં અને ઋત્વિજ જોષી એ જણાવ્યું હતું કે આપ સૌ જાણો જ છો તેમ હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં ૧૩૭ દિવસ સુધી યથાવત રાખવામાં આવેલ હતો.ત્યાર બાદ ભીંસ અનુભવી રહેલા પ્રજાજનોને રાહત આપવાના કોઈ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે ભાજપ સરકાર પ્રતિદિન પેટ્રોલ – ડીઝલ – રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો ઝીંકી રહી છે. અત્યંત અસંવેદનશીલ અને સરમુખત્યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધી નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યાં છે.
પેટ્રોલ – ડિઝલ – ગેસ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા સમગ્ર ભારતમાં ત્રણ તબક્કામાં “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” નું આયોજન કર્યું છે જેના ભાગ રૂપે તા. ૨જી એપ્રિલે સયાજીગંજ સ્થિત સરદાર પટેલની પ્રતિમા પાસે સવારે ૧૦.૩૦ થી ૧૨ નો ધરણાંનો કાર્યક્રમ રાખ્યો છે.
(આજનો Funrang જોક)
ચમન – યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…
અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?
ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.
અમન – શું મેસેજ છે?
ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz