- અંધ બાળાઓ અને ગરીબ બાળકોને રંગીન કરતી સિટી પોલીસ મથકની SHE ટીમ
- પીઆઈ કે. એન. લાઠીયાની દોરવણીમાં સિટી પોલીસ મથકના પ્રાંગણમાં ગરીબ બાળકો સાથે ધુળેટી ઉજવવામાં આવી.
- લાયન્સ અંધ કન્યા શાળા સાથે અંધ બાળકીઓના ચહેરા ખુશીથી રંગીન કરવામાં આવ્યા.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । પોલીસ નામ પડે એટલે મોટેભાગે ચહેરા પર શુષ્ક હાવભાવ સાથે કરડાકી ભર્યો અવાજ જ નજર સામે તરી આવે. જોકે, પોલીસ તંત્રમાં ઘણાં એવાં કર્મચારીઓ છે જેઓ ફરજ જેટલું જ મહત્વ માનવિયતાને આપતાં હોય છે. આજે ધુળેટી પર્વે રાજ્યમાં કદાચ વડોદરાનું એકમાત્ર પોલીસ મથક એવું છે જેણે ખાખી વર્દીની અંદર ધબકતાં અબીલ – ગુલાલને ઉડવા દીધું. ધુળેટી પર્વે કોઈ પોલીસ કર્મીને રંગ લગાડવાની ભલભલામાં હિંમત નથી હોતી… પણ, વડોદરાના સિટી પોલીસની ટીમે ગરીબ બાળકો અને અંધ બાળકીઓના જીવનમાં રંગ ભરી દીધા… પોલીસ તંત્ર દ્વારા તહેવારો ટાણે આવી પહેલ કરવામાં આવે તો, સામાન્ય જનતામાં પોલીસની છબી સુધરી શકે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વાત કરી હતી એ માત્ર જાણ ખાતર.
સિટી પોલીસ મથકના પી.આઈ. કે.એન. લાઠીયાના માર્ગદર્શનમાં શી-ટીમ દ્વારા પોલીસ મથકના પ્રાંગણમાં ગરીબ બાળકો સાથે ધુળેટી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ લાયન્સ અંધ કન્યા શાળાની અંધ બાળકીઓની સાથે પણ ઉમંગભેર ધુળેટી પર્વ ઉજવાયો હતો. રંગ ભરેલી બંદુક (પિચકારી) દ્વારા પોલીસે અંધ બાળકીઓને રંગી નાંખી ત્યારે અંધ બાળાઓને રંગ કયો લાગ્યો એની ખબર ના પડી પરંતુ લાગણીનો રંગ એમણે ભરપૂર માણ્યો હોવાનો દ્રશ્યો સર્જાયા હતાં.
સિટી પોલીસ મથક દ્વારા કરાયેલી આ આગવી પહેલ માટે શબ્દોથી તો વધારે કંઈ કહેવાય એમ નથી… આપ જાતે જ તસવીરો નિહાળી… ખુશીઓથી રંગીન થયેલાં ગરીબ બાળકો અને સંવેદનાના રંગે રંગાયેલી અંધ બાળકીઓને નિહાળો…
સિટી પોલીસ મથકના પ્રાંગણમાં ગરીબ બાળકો સાથે ધુળેટીની ઉજવણી
લાયન્સ અંધ શાળાની બાળકીઓ સાથે ધુળેટી પર્વની ઉજવણી
(આજે ગુજરાતી ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ કાર્ટન્સ જુઓ)
(આજનો Funrang જોક)
અમન – યાર, પરણેલાં લોકોને હંમેશા બીજાની બૈરી જોવામાં કેમ વધારે રસ હોય છે?
ચમન – સિમ્પલ છે ભઈ. . . દરેક વ્યક્તિને બીજાની ભુલ જોવાની જ ગમે. . . પોતાની નહીં. . .
અમન – એમ. . . તો પછી તારા જેવા વાંઢા શું કામ બીજાની બૈરીઓને જોતાં હોય છે?
ચમન – સિમ્પલ છે, વાંઢા બીજાની બૈરી જોઈને મનમાં વિચારતાં હોય છે, કાશ, આના જેવી મળી હોત તો હું, કેટલો સુખી હોત. . .
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz