- વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાસે દારૂની 190 બોટલ્સ ઝડપી પાડતી પીસીબી (જુઓ Video)
- નામચીન બુટલેગર ચેતન કહાર સહિતના શખ્સો વૉન્ટેડ.
- ચેતન કહારના ઘ પાસે પાર્ક કરાયેલી કારમાંથી 93,870 રૂપિયાનો દારૂ ઝડપાયો.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । શહેરના વાઘોડિયા રોડ પર ડી-માર્ટ પાસે આવેલા ભાથુજી નગરમાંથી પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી) દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, નામચીન બૂટલેગર પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ પાણીગેટ પોલીસને સોંપવામાં આવી છે.
પી.સી.બી.ના એ.એસ.આઈ. અરવિંદ કેશવરામને મળેલી બાતમીને આધારે પી.સી.બી.ની ટીમે વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ પાસેના ભાથુજી નગરમાં રહેતાં નામચીન બુટલેગર ચેતન કહારના ઘરે દરોડો પાડ્યો હતો. ચેતન કહારના ઘરની પાસે પાર્ક કરાયેલી સફેદ રંગની મારૂતી અલ્ટો કારમાંથી પીસીબીને રૂ. 93,870ની કિંમતની 190 ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની બોટલ્સ મળી આવી હતી.
દારૂની બોટલ્સનો જથ્થો કબજે કરી પીસીબીએ ચેતન કહારને તેમજ દારૂનો જથ્થો મોકલનાર અને લાવનારને વૉન્ટેડ જાહેર કરી વધુ તપાસ પાણીગેટ પોલીસ મથકને સુપરત કરી હતી.
ભારતીય બનાવટનાં અંગ્રેજી દારૂના જથ્થાને ઝડપી પાડવામાં પીસીબી પી.આઈ. જે. જે. પટેલ, પી.એસ.આઈ. જે.બી. ત્રિવેદી, એ.એસ.આઈ. અરવિંદ કેશવરાવ, પો.કો. કનુભાઈ શંકરભાઈ, પો.કો. નરેન્દ્રસિંહ કેશરીસિંહ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ચમન – યાર મને આ જાપાનનો વડાપ્રધાન કિશીદા બંગાળી હોય એવું લાગે છે…
અમન – કેમ ભાઈ?
ચમન – કિશીદા… નામની પાછળ તો દા બંગાળમાં જ લગાડાય છે ને… સચિન દા, કિશોર દા…
અમન – ચમનીયાં… એનું નામ કિશી નથી… કિશીદા છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz