• શહેર કૉંગ્રેસ પ્રમુખ પદે ઋત્વિજ જોષીની વરણી થતાં એકજૂથમાં નારાજગી વ્યાપી છે.
  • ભાજપામાં એન્ટ્રી મળવાની કોઈ જ શક્યતા નથી, તેથી ‘આપ’માં લાભ જોતાં નારાજ કૉંગ્રેસી અગ્રણીઓ.

[Funrang Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

વડોદરા શહેર કૉંગ્રેસના પ્રમુખ પદે ઋત્વિજ જોષીની વરણી થવાને કારણે પક્ષના એક જૂથમાં ભારે નારાજગી વ્યાપી છે. ત્યારે એમ જાણવા મળે છે કે, કૉંગ્રેસના કેટલાંક અગ્રણીઓ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણી અંગેની વ્યૂહરચનાઓ બનાવવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે કૉંગ્રેસમાં હજી ખેંચતાણની રમત પૂરી થઈ નથી.

વડોદરા શહેર કૉંગ્રેસના નવાં પ્રમુખની વરણી બાદ, કેટલાંક અગ્રણીઓને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓને ટિકિટ મળવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે. જોકે, વિધાનસભામાં પાટલી થપથપાવવાનાં સપનાં જોતાં અગ્રણીઓએ આમ આદમી પાર્ટીનો વિકલ્પ પસંદ કર્યો છે. આ અગ્રણીઓ માટે ભાજપના દરવાજા ક્યારેય ખુલે એવાં નથી. એમાં કૉંગ્રેસમાં ખૂણો પકડીને બેસી રહેવું એમને પસંદ નથી.

બીજી તરફ, આમ આદમી પાર્ટી પણ હાલ ભાજપના ઉમેદવારોને જોરદાર ટક્કર આપે એવાં ઉમેદવારોની શોધમાં છે. ગત મહાનગર સેવાસદન ચૂંટણીને આધારે એ વાત તો સ્પષ્ટ છે કે, વડોદરામાં આમ આદમી પાર્ટીએ સક્ષમ ઉમેદવારોને વિધાનસભા ચૂંટણી લડાવવી પડશે. ભાજપ અને કૉંગ્રેસના નારાજ અગ્રણીઓના સથવારે આમ આદમી પાર્ટી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે.

આ સંજોગોમાં કૉંગ્રેસના બે – ચાર અગ્રણીઓ આપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે.

(આજનો Funrang જોક)

અમન – યાર આજે કોઈ મુર્ખતાવાળી વાત નથી કરવી…

ચમન – કેમ ભઈ?

અમન – કોઈને મુરખ સમજવાની મુર્ખતા આપણે શું કામ કરવાની?

ચમન – એટલે તું મને…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *