•  ➡ ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં ઝેરી દવા ગટગટાવી 47 વર્ષિય શખ્સનો આપઘાત કરવાનો પ્રયાસ.
  •  ➡ પત્નીને નાણાં ચુકવીને ત્રાસી ગયેલો ગોવિંદ ઠાકોર તારીખ ભરવા આવ્યો હતો.

FunRang News. પત્ની સાથે ચાલતાં ભરત પોષણના કેસનો આજે પણ અંત નહીં આવતાં, પત્નીને નાણાં ચુકવીને ત્રાસી ગયેલા શખ્સે ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં જ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. બનાવને પગલે કોર્ટ સંકુલમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.

ગોત્રી રોડ વિસ્તારની નવતર રેસિડેન્સીમાં રહેતાં 47 વર્ષિય ગોવિંદ દિનેશભાઈ ઠાકોર અને તેમની પત્ની વચ્ચે ભરણ પોષણ અંગેનો કેસ ચાલી રહ્યો છે. ભરણ પોષણના કેસમાં જ ગોવિંદે 35 દિવસની સજા પણ ભોગવી હતી.

છેલ્લાં ત્રણ વર્ષથી કોર્ટમાં ચાલતાં કેસની મુદ્દતમાં નિયમિત રહેતાં હાજર રહેતાં ગોવિંદે અત્યાર સુધીમાં પત્નીને રૂ. 1.50 લાખ ચૂકવ્યા હતાં. ગત સપ્તાહે જ તેણે વધુ 20 હજાર રૂપિયા ચૂકવ્યા હતાં. કેસમાંથી છૂટકારો મેળવવા માટે તેણે પોતાનું મકાન પણ વેચવા કાઢ્યું હતું. ભરણ પોષણના નાણાં ચૂકવીને ત્રાસી ગયેલો ગોવિંદ આજે મુદ્દત હોઈ દિવાળીપુરા સ્થિત ન્યાયમંદિર સંકુલ ખાતે પહોંચ્યો હતો.

આજે કોર્ટમાં કેસનો નિકાલ નહીં આવતાં ત્રસ્ત થઈ ગયેલા ગોવિંદે કોર્ટ રૂમમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા ગટગટાવવાને કારણે બેભાન થઈ ગયેલાં ગોવિંદને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવની જાણ થતાં ગોવિંદના પરિવારજનો હોસ્પિટલ આવી પહોંચ્યા હતાં.

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *