#એન્ટીસોશ્યિલરોમિયો

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઇલેક્ટ્રિક ટેક્નિશિયન દ્વારા 50થી વધુ મહિલાઓને કરાયેલી હેરાનગતિ.
  • મહિલાઓને પોર્ન સ્ટીકર્સ અને બિભત્સ મેસેજ મોકલી માંગણી કરતો હતો.

FunRang News. સોશિયલ મિડીયાના માધ્યમથી મહિલાઓનો સંપર્ક મેળવી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ઇલેક્ટ્રીક ટેક્નિશનયન બિભત્સ માંગણી કરવા સાથે રેપની ધમકી આપતો હતો. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અ હાલ જામનગર ખાતે રહેતાં શખ્સને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

મૂળ ઉત્તર પ્રદેશના સુખપુરાનો રહેવાસી 23 વર્ષિય મુકેશસિંહ લલ્લનસિંહ હાલ જામનગર ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રહે છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનના સલ્ફર પ્લાન્ટમાં ઇલેક્ટ્રીક ટેક્નિશિયન તરીકે કામ કરે છે. મુકેશસિંહ ઓનલાઈન લિન્ક દ્વારા વોટ્સએપના એજ્યુકેશનનાં ગૃપ, ટ્રેંડિગ જેવા અલગ અલગ ગૃપમાં જોડાત હતો. તેમજ ફેસબુકમાં વિવિધ પેજ અને પ્રોફાઈલમાં નંબર શોધતો હતો.

મહિલાઓના નંબરો શોધ્યા બાદ 50 જેટલી મહિલાઓના વ્હોટ્સએપ પર મુકેશે પોર્ન સ્ટિકરો મોકલ્યા હતાં તેમજ બિભત્સ માંગણી કરવા સાથે રેપ કરવાની ધમકી આપી હતી. વડોદરાની એક મહિલા દ્વારા આ અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં તા. 8 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બનાવ અંગેની તપાસમાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. એન. કે. વ્યાસ તેમજ સાઈબર ક્રાઈમ ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ટેક્નિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી જામનગર ખાતે રહેતો હોવાની જાણકારી મળતાં. આજરોજ સાંજે 6.30 કલાકે મુકેશસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.

વડોદરા સાઈબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓ – યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે, પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટની પ્રોફાઈલમાં પ્રાઈવસી રાખવી તથા કોઈ અજાણી વ્યક્તિ જોડે વાતચીત કે ફો નંબર શેર કરવો નહીં. તેમજ બિનજરૂરી વોટ્સએપ ગૃપમાં જોઈન થવું નહીં અથવા અજાણ્યા ગૃપમાં જોડાઈ ગયા હોય તો તેમાંથી તાત્કાલિક નિકળી જવું.

મહિલાઓને હેરાન કરતાં મેનિયાકને ઝડપી પાડવામાં સાઈબર ક્રાઈમના પી.આઈ. એન. કે. વ્યાસ, અ.હે.કો. સંજયસિંહ ભુપતસિંહ, અ.લો.ર. કમલેશભાઈ બદુભાઈ તેમજ અ.લો.ર. પંકજકુમાર કેશવલાલ દ્વારા સારી કામગીરી બજાવવામાં આવી છે

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *