- ટ્રેનમાંથી સ્માર્ટફોન ચોર્યા બાદ મુસાફરના બેન્ક ખાતા ખાલી કરતો રીઢો આયુષ ડાગા ઝડપાયો
- ફોન માલિકના મિત્ર – સગાંને ફોન કરી આયુષ પોલીસ અધિકારી હોવાનો રોફ મારતો.
- ફોન માલિક વિશેની વિવિધ જાણકારી અને ફોનનું લોક ખોલવા સહિતની બાબતો જાણી લેતો.
- સ્માર્ટફોનને લગતી કોઈપણ જાણકારી અજાણ્યા શખ્સને કોલ પર જણાવવી નહીં – સેફ્ટી ટીપ
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ટ્રેનમાં તક મળે સ્માર્ટફોનની ચોરી કર્યા બાદ ફોનના માલિકના મિત્ર – સગાંને બીજા ફોનથી કોલ કરીને, ફોનના માલિકની તેમજ સ્માર્ટફોનને અનલોક કરવાના કોડ સહિતની જાણકારી પ્રાપ્ત કર્યા બાદ રીઢો ગુનેગાર આયુષ ડાગા ફોન માલિક મુસાફરના બેન્કના ખાતા ખાલી કરતો હતો. તાજેતરમાં જ બનેલાં સવા ચાર લાખની ઠગાઈના કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોકોને સજાગ રહેવા અને અજાણ્યા શખ્સને પોતાના મોબાઈલના પાસવર્ડ, બેન્કના લોગીનની ડિટેઈલ્સ જેવી અંગત માહિતી આપવી જોઈએ નહીં. એમ જણાવાયું છે.
તાજેતરમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અમદાવાદના વેપારી નિલેશભાઈ વિઠલાણીનો Apple Iphone XS ચોરાઈ ગયો હતો. ફોન ચોરાઈ ગયા બાદ નિલેશભાઈએ તેમના બિઝનસ પાર્ટનર યોગેન્દ્રભાઈના ફોનથી કૉલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે વખતે ફોન ઉપાડવામાં આવ્યો નહોતો.
થોડા સમય બાદ વેપારીના મિત્ર યોગેન્દ્રભાઈના ફોન પર અન્ય એક નંબરથી કૉલ આવ્યો હતો. ફોન કરનારે પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશ શર્મા આરપીએફ હોવાની ઓળખાણ આપી હતી. તેમજ Apple Iphone Xs મળ્યો હોવાની માહિતી આપી હતી.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાણ આપનાર શખ્સે બાદમાં નિલેશ વિઠલાણીનું પુરું નામ, જન્મ તારીખ, Apple Iphone Xs ફોનનો સ્ક્રિનલોક પાસવર્ડ વગેરે માહિતી મેળવી લીધી હતી. અને ફોન પરત મળી જશે એમ જણાવી વાત પુરી કરી હતી.
Apple Iphone Xs સલામત હોવાનું માનતાં નિલેશ વિઠલાણીને બાદમાં જાણ થઈ કે તેમના બેન્ક એકાઉન્ટમાંથી અલગ અલગ 30 ટ્રાન્ઝેક્શન મારફત કુલ રૂ. 4,27,819 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેને પગલે ચોંકી ઉઠેલા નિલેશભાઈએ વડોદરા આવી સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સોર્સ દ્વારા તપાસ કરીને વડોદરાના રહેવાસી આયુષ અનિલ ડાગાને ઝડપી પાડ્યો હતો. આયુષે અગાઉ આ જ રીતે લોકોને ઠગ્યા હોવાની વિગતો સામે આવી છે. તેની સામે સુરતના વિવિધ પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા છે.
રીઢા ગુનેગાર આયુષ ડાગા પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના 10 સ્માર્ટફોન, વિવિધ બેન્કના 11 એટીએમ કાર્ડ, 1 આરસી બુક અને 1 ડ્રાઈવિંગ લાઈસન્સ કબજે કર્યું હતું. રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ. એન. કે. વ્યાસ, પી.આઈ. બી. એન. પટેલ, પી.એસ.આઈ. પી. એમ. રાખોલીયા, પોલીસ કોન્સ્ટેબલ રામજી જીવણભાઈ અને જસ્મીનભાઈ લક્ષ્મણભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
અમન – તકલીફ કોને કહેવાય?
ચમન – જેને સમજો એને….
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz