- વડોદરામાં શિવજીના સ્વાગત માટે હોર્ડિંગ્સ લાગ્યા છે કે, સસ્તી પ્રસિદ્ધિ માટે?
- ઘણાં હોર્ડિંગ્સમાં શ્રી સર્વેશ્વર મહાદેવને અડધા કાપી નાંખવામાં આવ્યા છે.
[Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । હાઈકોર્ટના હુકમનો અનાદર કરી શહેરમાં ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાડી દેવાયા છે ત્યારે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જાહેર સ્થળો પર લગાડી દેવાયેલા હોર્ડિંગ્સ દૂર કરવા માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહાશિવરાત્રી પર્વે શહેરમાં શિવજી કી સવારી નિકળનારી છે. ત્યારે શિવ પરિવારના સ્વાગત માટે શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ લગાડી દેવામાં આવ્યા છે. જેમાં ઘણાં હોર્ડિંગ્સમાં શ્રી સર્વેશ્વર મહાદેવને માત્ર અડધી તસવીર જ મુકવામાં આવી હોવાથી ઘણાં લોકોની લાગણી દુભાઈ રહી છે. શિવ પરીવારના સ્વાગત માટે લગાડાયેલા હોર્ડિંગ્સ જોતાં એ જ ખબર ના પડે કે, શિવજીના સ્વાગત માટે હોર્ડિંગ્સ લગાવાયા છે કે, સસ્તી પ્રસિદ્ધિ માટે?
વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણીઓ એડવોકેટ શૈલેષ અમીન, નિકુલ પટેલ, કિશોર શર્મા, સંજય વાઘેલા, સન્ની ધોબી, દીપક પ્રજાપતિ, અભિષેક ભારદ્વાજ, આકાશ ક્રિશ્ચિયન, અતુલભાઈ પુરોહિત અને મેહુલ પંડ્યા દ્વારા જણાવાયું છે કે, સ્માર્ટ સિટી વડોદરા હવે હોર્ડિંગ સિટી બની ગઈ હોય એમ લાગે છે. પ્રજાના પૈસે બનાવવામાં આવેલા રસ્તાઓ – સર્કલને નુકસાન પહોંચે એ રીતે ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાડી દેવાયા છે.
વધુમાં જણાવ્યું કે, કોઈપણ જાતની પરવાનગી વિના લગાડી દેવાયેલા હોર્ડિંગ્સમાં લોકોએ સ્વપ્રસિદ્ધિ કરતાં મોટા ફોટા લગાડી દીધા છે. શહેરની ઐતિહાસિક ઉમારતો ની આસપાસ હોર્ડિંગ્સ લગાડી દેવાયા છે. જેને કારણે શહેરની શોભા બગડી રહી છે.
સમિતિ દ્વારા કહેવાયું છે કે, જીડીસીઆરના નિયમો અનુસાર જાહેર જગ્યા, સર્કલ, સ્ટેચ્યુ, ઐતિહાસિક ઇમારતો, ચાર રસ્તા જંક્શન પાસે કોઈપણ પ્રકારના હોર્ડિંગ લગાડી શકાય નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબ કોઈપણ પ્રકારના રાજકીય પ્રોગ્રામ, સામાજીક કાર્યક્રમો વિગેરેના કોઈપણ સાઈઝના હોર્ડિંગ્સ ઉપરોક્ત જગ્યાઓએ લગાડી શકાય નહીં. ત્યારે હાલના સમયમાં વડોદરામાં હોર્ડિંગ્સ લગાડીને કન્ટેપ્ટ ઓફ કોર્ટ કરવામાં આવી હોય એમ જણાય છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – આપણે રાત્રે જતાં હોઈએ અને રસ્તામાં કૂતરું ભસે તો કેવી રીતે ખબર પડે કે એ કુતરો છે કે કુતરી?
પકડું – બહુ સિમ્પલ છે… પગ રસ્તા પર ઘસેડવાના… જો એ દોડે તો કૂતરો અને દોડી તો કૂતરી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz