- ગંગા કહાર વાઘોડિયા રોડ વિસ્તારની મધુપાર્ક સોસાયટીમાં દેશી – દારૂનો વેપલો કરતી હતી.
- ઝોન 3 એલ.સી.બી.ની ટીમે 1200 રૂપિયાના મુદ્દામાલ સાથે ગંગાને ઝડપી પાડી.
[Funrang Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । ઝોન – 3 એલ.સી.બી.ની ટીમે વાઘોડિયા રોડ વિસ્તારની મધુપાર્ક સોસાયટીમાં દેશી દારૂનો વેપલો કરતી ગંગાબહેન કહારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝોન – 3 એલ.સી.બી.ના એ.એસ.આઈ. ફિરોઝાઅલી મહમદઅલીને બાતમી મળી હતી કે, વાઘોડિયા રોડ પર આર્યભટ્ટ સ્કૂલની સામે આવેલી મધુપાર્ક સોસાયટીમાં રહેતી ગંગા કમલેશ કહાર મધુપાર્કને મદ્યપાર્ક બનાવી દેશી દારૂનો વેપલો કરી રહી છે. બાતમીને આધારે ટીમે દરોડો પાડતાં ગંગાબહેન કહાર ખુલ્લામાં દેશી દારૂનું વેચાણ કરતી મળી આવી હતી. તેની પાસેથી રૂ. 300ની કિંમતની દેશી દારૂની મોટી 5 દૂધી (15 લીટર) અને રૂ. 900ની કિંમતની 270 નાની પોટલીઓ (45 લીટર) મળી આવી હતી.
કુલ રૂ. 1200ની કિંમતના 60 લીટર દેશી દારૂ સાથે ગંગાને પકડી પાડવામાં ઝોન – 3 એલ.સી.બી.ના એ.એસ.આઈ. ફિરોઝાઅલી મહંમદઅલી, પો.કો. દેવેન્દ્રકુમાર રામજીભાઈ, પો.કો. વિરમભાઈ બનુભાઈ તથા પાણીગેટ પોલીસ મથકની SHE ટીમના હે.કો. કૈલાશબહેન સુરસિંગભાઈ અને પો.કો. વૃક્ષાબહેન સુરેશભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આજનો Funrang જોક)
ચમન – યાર, તારા આ ગામમાં એક કૂતરું સારું નથી દેખાતું… બધાં ઈજાગ્રસ્ત જ કૂતરા જોવા મળ્યાં…
અમન – એમાં એવું છે કે, અમારા ગામના સરપંચ કૂતરાંઓને ખવડાવે છે એટલે આવું છે…
ચમન – અલાં સરપંચ ખવડાવે છે એમાં કૂતરાંઓને ઈજા પહોંચે છે? માર તો નથી ખવડાવતાં ને…
અમન – ના, એ કૂતરાંઓને બટર લગાડેલા રોટલાં ખવડાવે છે… પણ, 20 કૂતરાંઓ હોય તો એમની વચ્ચે બે જ રોટલાં નાંખે છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz