- એમ. એસ. યુનિ.ના વિદ્યાર્થીઓ 30 દિવસમાં 50થી વધુ શહેરોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવશે.
- 8350 કિ.મી.ની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશો યુવાનોને પહોંચાડશે.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વડોદરા । આજે વિશ્વ જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે વડોદરાના બે સાહસવીર યુવાનો બાઈક પર લદ્દાખ સુધી જઈને લગભગ 50 જેટલાં શહેરોમાં પર્યાવરણ અંગે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સંદેશને યુવાનો સુધી પહોંચાડવા માટે પ્રસ્થાન કરી ચૂક્યા છે.
વિકાસની આંધળી દોડમાં રોડ – રસ્તા બની રહ્યા છે… મોટી મોટી ઇમારતો બની રહી છે… પણ, એના કારણે પર્યાવરણને કેટલું નુકસાન પહોંચે છે. એ બાબતે વિશ્વભરના મનુષ્યો અને ખાસ કરીને માલેતુજારો અને રાજકારણીઓ સ્હેજપણ વિચાર કરતાં નથી. જેના જ કારણે આજે ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યારેય કોઈ ગરીબ વ્યક્તિને કારણે પર્યાવરણને નુકસાન પહોંચતું નથી, પર્યાવરણને નુકસાન માત્રને માત્ર માલેતુજારોને કારણે જ પહોંચે છે.
વડોદરાના બે યુવાનોમાં પર્યાવરણના જતન અંગે જોમ આવ્યું અને પર્યાવરણ જતનના સંદેશ સાથે એમ. એસ. યુનિ.ના બે વિદ્યાર્થીઓ હિમાંશુ વર્મા અને ડેરેન ક્રિશ્ચયન આજે લેહ લદ્દાખ સુધી પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે બાઈક પર રવાના થયા હતાં. એમ. એસ. યુનિ.ના ટી.વ્હાય. બી.કોમ.નો વિદ્યાર્થી હિમાશું વર્મા અને આર્ટ્સ ફેકલ્ટીનાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી ડેરેન ક્રિશ્ચન આજરોજ 30 દિવસની યાત્રા માટે નિકળી ચૂક્યા છે. તેઓની યાત્રામાં દિલ્હી અને અમૃતસરથી પણ મિત્રો જોડાશે.
આજ રોજ એમ. એસ. યુનિ. કેમ્પસમાં બે યુવાનોને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં. તેઓની શુભકામના સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપવા માટે બંને મિત્રો બાઈક પર બૂલેટ ટ્રેનની ગતિએ નહીં પરંતુ, મંથર ગતિએ આગળ વધી રહ્યા છે.
હિમાંશુ વર્માએ જણાવ્યું હતું કે વડોદરા થી લદ્દાખ જઈને પાછા વડોદરા આવીશું. 8350 કિલોમીટર નું અંતર બાઇક પર પૂર્ણ કરવા માં આવશે. 50 થી વધુ શહેર માં રોકાણ કરવામાં આવશે સાથે સાથે પર્યાવરણ ને લઇને વિદ્યર્થીઓ માં જન જાગૃતિ કેળવાય એવા પ્રયત્ન કરવામાં આવશે.. સાથે સાથે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન સ્વચ્છ ભારતના સંદેશા ને પણ વેગવંતો કરવાનો પ્રયાસ થશે. ક્લીન આંગણું.. ક્લીન વિસ્તાર.. ક્લીન સીટીના અભિયાન ને પણ વેગવંતુ બનાવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આ બંને મિત્રોએ બાઇક પર અગાઉ વડોદરા થી ગોવા.. વડોદરા થી રાજસ્થાન..વડોદરાથી મધ્ય પ્રદેશ ની યાત્રા કરી છે આ બંને વિદ્યર્થીઓ 4 થી યાત્રા કરી રહ્યા છે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz