- વડોદરામાં જન્મેલ અમોલ બીનિવાલેના નેતૃત્વમાં અમેરિકન કંપનીનું ફર્નિચર ઉદ્યોગમાં નવું સોપાન.
- વિશ્વની નામાંકિત કંપની પેરેનિયલ્સ ઇન્ડિયા ફર્નિચર ઉત્પાદન માં અગ્રેસર
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । આંતરરાષ્ટ્રિય ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર તથા વૈભવિ ફર્નિચર, પરફોર્મન્સ ટેક્સટાઇલ અને કસ્ટમાઇસ્ડ રગના અગ્રણી ઉત્પાદકતા પરેનિયલ્સ અને સધરલેન્ડ ધ્વરા વડોદરાના સાવલી જીઆઇડીસીમાં પરેનિયલ્સ ઇન્ડિયા ખાતે ઇન્ડોર તથા આઉટડોર વૈભવિ ફર્નિચર માટે શરુ કરાયેલા મેન્યુફેક્ચરિંગ યુનિટની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરામાં જન્મેલ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અમોલ બીનિવાલે દ્વારા મેક ઈન ઇન્ડિયા અંતર્ગત આ કંપની સ્થાપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, અને કંપની દ્વારા વડોદરામાં પરંપરાગત કારીગરો દ્વારા ગાલીચાઓનું ઉત્પાદન કરી વિશ્વના બજારોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે , ત્યારે હવે આજ કંપની દ્વારા ભારત, ગુજરાત, વડોદરામાં મેક ઈન ઇન્ડિયા અંતર્ગત ફર્નિચર ઉધોગમાં કંપની અમોલ બીનિવાલેના નેતૃત્વમાં આગળ ધપશે. આમ વડોદરા ખાતેથી હસ્તકલા થી નિર્મિત ગાલીચાઓ બાદ ફર્નિચર નું ઉત્પાદન કલાનગરી વડોદરાને આગવું સ્થાન અપાવશે
વડોદરા સ્થિત મેન્યુફેક્ચરીંગ યુનિટ લગભગલ 1,75,000 ચોરસ ફૂટના વિસ્તારમાં સ્થાપવામાં આવ્યું છે , મેક ઈન ઇન્ડીયા અંતર્ગત યુ.એસ.-ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ ના સહયોગ સાથે ભારતમાં પરેનિયલ્સ ઇન્ડિયા હેઠળ કાર્યરત છે.
2018થી પરેનિયલ્સ ઇન્ડિયા એ પરેનિયલ્સ અને સધરલેન્ડનું સૌથી ઝડપી વિકાસ પામતું યુનિટ છે. તેના કારણે ભારતીય ફર્નિચર બજારમાં લક્ઝરી ફર્નિચરની નવી અનેક ડિઝાઇન ઉપલબ્ધ છે. વૈભવિ આઉટ ડોર ફર્નિચરના નિર્માણમાં અગ્રણી આ કંપની તેના ભવ્ય ડિઝાઇન્સ, આરામદાયકતા અને દોષરહિત કારીગરી માટે વિશ્વ વિખ્યાત છે. પરેનિયલ્સ અને સધરલેન્ડ હાલમાં વિશ્વના ખ્યાતનામ ડિઝાઇનર્સ સાથે ઇનડોર અને આઉટડોર ફર્નિચર બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક વાર તેમની ડિઝાઇન મંજૂર થઇ જાય પછી આ ડિઝાનર્સ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટીમ સાથે પ્રોડક્ટને વધુ ઉમદા બનાવવા માટે કામ કરે છે.
પરેનિયલ્સ અને સધરલેન્ડ ધ્વારા તેના સૌથી પહેલાં ડિઝાઇનર કલેક્શન દ લો સ્લન્ગ, ઝેન ઇન્સપાયર્ડ પૂલ સાઇડ સિટિંગ માટે વિશ્વ વિખ્યાત ડિઝાઇનર જ્હોન હટન સાથે સહયોગ કર્યુ છે. એ માત્ર તેની આરામદાયકતા માટે નહીં પણ તેની ચોખ્ખી બનાવટ અને વૈવિધ્યસભર ડિઝાઇન્સ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અમારા બેસ્ટ સેલરમાં અવોર્ડ વિનિંગ પ્લેટુ કલેક્શન જે હોલિસ્ટિક ડિઝાઇન્સને મૂર્તિમંત કરે છે એવી જગવિખ્યાત બેલડી ઇટાલિયન આર્કિટેક્ટ એનિરકો બોનેટિ અને બ્રિટિશ આર્કિટેક્ટ ડોમનિક કોઝર્સ્કી દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. રોઝ ટાર્લોઝ દ્વારા તૈયાર કરવામાં આવેલ કેટ્સ ક્રેડલ ડિઝાઇન એ એક આઇકનીક પીસ છે જે કલાત્મક રીતે સાગના લાકડાંના પ્રમાણસર ઉપયોગથી પરેનિયલ્સના રંગીન એક્રેલીક દોરાંની મદદથી તૈયાર કરવામાં આવેલ આરામદાયક સ્ટાઇલીશ પ્રોડક્ટ છે. વિન્સેન્ટ વેન દુસેન દ્વારા તૈયાર કરવામાં આવેલ ડિઝાઇન કાર્યક્ષમતા, ટકાઉપણ તથા આરામદાયકતા પર વધુ ભાર આપે છે. તથા આવશ્કતા અને શુદ્ધતાને પણ એટલું જ મહત્વ આપે છે. ફિલિપ હરલની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં એક સંવેદનશીલતા છે અને તેની વિશિષ્ટ હસ્તકલા અમારા પ્રોડક્ટને વધુ સુંદર બનાવે છે.
પરેનિયલ્સ ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેક્ટર અમોલ બિનીવાલે જણાવ્યું કે અમારા ફર્નિચર હસ્તકલા અને ગુણવત્તા સભર મટિરિયલ પર આધારિત છે. સુંદર અને ટકાઉ ફર્નિચરના ઉત્પાદન તૈયાર કરવા તેના પર ઝીણવટપૂર્ણ કામ કરવામાં આવે છે. વિશ્વ વિખ્યાત ડિઝાઇનર્સ અને ઉમદા હસ્તકલાકારો સાથેના અમારા જોડાણોએ અમને વિશ્વસ્તરે લક્ઝરી ફર્નિચરમાં અગ્રણી બનાવ્યા છે.’
પરેનિયલ્સના લક્ઝરી ફર્નિચર ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ટ પાસે અમારા વિશ્વભરમાં સ્થપાયેલા શોરુમ્સ અને સ્ટુડિયો મારફતે ઉપલબ્ધ છે.
પરેનિયલ્સ અને સધરલેન્ડ ધ પરેનિયલ્સ એન્ડ સધરલેન્ડ, કંપની ઇન્ટરનેશનલ ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં આઇકનીક અને સર્વમાન્ય કંપની છે. કંપનીના ચેરમેન ડેવિડ સધરલેન્ડ અને સીઇઓ એન સધરલેન્ડ ઇનડોર અને આઉટડોર ફર્નિચરની વિશેષતાઓ અને તેની બનાવટ, ફેબ્રિક, રગ્સ અને એક્સેસરી અંગે ઉમદા જ્ઞાન ધરાવે છે. ટેક્સસના ડેલસમાં આવેલ આ કંપની સધરલેન્ડ ફર્નિચર, પરેનિયલ્સ લક્ઝરી પરફોર્મન્સ ફેબ્રિક અને ડેવિડ સધરલેન્ડ શો રુમ્સ ધરાવે છે.
સધરલેન્ડ ફર્નિચર આધુનિક જીવશૈલીના વૈભવિ આઉટડોર ફર્નિચરમાં વિશ્વભરમાં અગ્રેસર છે. કંપનીએ વિશ્વ વિખ્યાત ડિઝાઇનર્સ સાથે કરેલા જોડાણો થકી તે વિશ્વમાં અગ્રણી ઉદ્યોજકોમાં આવે છે.
ડેવિડ સધરલેન્ડ શો રુમએ ફૂલ-સર્વિસ, મલ્ટીલાઇન શો રુમ છે જે આખા માર્કેટને પ્રોફેશનલ ડિઝાઇન આપે છે. ડેવિડ સધરલેન્ડ શો રુમ અને સધરલેન્ડ પરેનિયલ્સ સ્ટુડિયો ન્યુયોર્ક, ડેલસ, લોસ એન્જેલીસ, શીકાગો, હ્યુસ્ટન, ડેનિયા, લડંન, સેન ફ્રાન્સીસ્કો, એટલાન્ટા, લગુના નગેલ, સીયાટલ, સ્કોટલેન્ડ, સેન્ટા ફે, ડેનેવર, લાસ વેગાસ, વોશીંગ્ટન ડી.સી., ફીલેન્ડેલફીયા, બોસ્ટન, પેરિસ, મ્યુનિચ તથા મેક્સીકો જેવા વિશ્વના નામંકિત શહેરો આવેલા છે.
પરેનિયલ્સના ફેબ્રિકને ઇન્ટિરયર ડિઝાઇનર્સ તથા વિશ્વ પ્રસિદ્ધ સેલેબ્રેટીસ ગ્રાહકો દ્વારા લક્ઝરી પરફોર્મન્સ ફેબ્રિક તરીકે વખાણવામાં આવી છે. પરેનિયલ્સ ફેબ્રિક અને પરેનિયલ્સ લક્ઝરી પરફોર્મન્સ રગ્સમ ઉચ્ચ ગુણવત્તા અને સુંદર તા નો સમન્વય છે. જે નેચરલ મટિરિયલ અને સો ટકા સોલ્યુશન ડાઇ એક્રેલિક ફાઇબર ટેક્નોલોજીમાંથી બને છે. ભારત , ગુજરાત , વડોદરા ખાતે ઉત્પાદીત લક્ઝરી ફર્નિચર વિશ્વના અનેક શહેરોમાં ઉપલબ્ધ થશે , વડોદરા સ્થિત ઉત્પાદિત ફર્નિચર વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે અને એશિયા નો પેરેનિયલ્સ ઇન્ડિયા નો મુંબઈ સ્થિત કોલાબા ખાતે આવેલ એક માત્ર શો રૂમમા પણ ઉપલબ્ધ હશે
વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો…. www.perennialsindia.com
😎 (FunRang Joke) 😎
પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.
ટાઈગરઃ એમ… એ કેવી રીતે?
પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…
ટાઈગરઃ એ ખરું હોં…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz