- પાસા હેઠળ ઝડપી પાડવામાં આવેલાં બુટલેગરોને અલગ અલગ જેલમાં મોકલી દેવાયા.
- પોલીસ તંત્રની ભીંસ વધતાં શહેરમાં ભેળસેળીયો દારૂનો વેપલો વધ્યો.
FunRang News. પોલીસ તંત્રને છાશવારે યાદ આવતું હોય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. અને આવા સમયે વાસ્તવિકતાને નજર અંદાજ કરીને દારૂના ધંધા પર બ્રેક મારવામાં આવતી હોય છે. જોકે, પોલીસની ધોંસ વધતાં જ હલકી ગુણવત્તાનો અને ભેળસેળીયો દારૂનો વેપલો વધી જતો હોય છે. પોલીસના નામે બોટલની કિંમતમાં પણ વધારો ઝીંકીને બુટલેગરો મોટો નફો કમાતાં હોય છે. જોકે, બુટલેગરોનો બધો નફો એમના એકલાનાં જ ખિસ્સામાં જાય છે એવું સ્હેજેય નથી.
ગાંધીનગરથી આદેશ આવ્યો હોય કે પછી કોઈ ઉચ્ચ અધિકારીને રાત્રે સપનામાં મહાત્મા ગાંધીએ દર્શન આપી દારૂબંધીનું પાલન કરાવવા કહ્યું હોય… પણ અચાનક વડોદરા પોલીસે આ વર્ષે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી દારૂની રેલમછેલ વગર, ડ્રાય અથવા તો કોરી ઉજવાય એવો નિર્ધાર કર્યો છે. સૌથી પહેલાં પોલીસ તંત્ર દ્વારા રસ્તે રખડી રખડીને દારૂ પીધેલાઓ પકડવામાં આવ્યા. ત્યારબાદ હવે દારૂ વેચનારા બુટલેગરોને ઝબ્બે કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગાત્મક કાર્ટૂન જુઓ આ વિડીયોમાં)
સયાજીગંજ પોલીસ દ્વારા ગુનાઈત ઇતિહાસ ધરાવતાં ચાર બુટલેગરોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં ફતેગંજના કમાટીપુરામાં રહેતા ત્રણ શખ્સ જાવેદ ઉર્ફે મુલ્લા ગુલામરસુલ શેખને જૂનાગઢ જેલમાં, રીયાઝ ગુલામરસુલ શેખને જામનગર જેલમાં અને ફરાનખાન યાસીનખાન પઠાણને રાજકોટ જેલમાં મોકલી દેવાયા છે. જ્યારે પ્રતાપગંજનાં સોદાગર આઈસ ફેક્ટરી કમ્પાઉન્ડમાં રહેતા શકીલ મલંગમીયા શેખને રાજકોટ જેલમાં મોકલી દેવાયો છે.
એકંદરે, સયાજીગંજ પોલીસ મથક વિસ્તારમાં ક્રિસમસ અને 31 ડિસેમ્બરની ઉજવણી કોરી થશે. એવો ભ્રમ પોલીસ તંત્ર રાખી રહી છે એમ કહેવું સ્હેજેય ખોટું નહીં ગણાય.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg