- શહેર ભાજપ કાર્યાલય પાસે જ પાણી વહી રહ્યું છે, છતાં કોઈ નેતાની નજર નથી પડતી!?
- વહેતું પાણી બંધ ના કરાવી શકતા ભાજપી નેતાઓ, શું રાહદારીઓ માટે મૃત્યુજંયના જાપ કરશે?
- ડે. મેયર નંદાબહેન જોશીની કાર આગળ ટુ-વ્હિલર ચાલક યુવતી ફસડાઈ.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । શહેર ભાજપ કાર્યાલયની પાસે જ આવેલા કાલાઘોડા સર્કલ પાસે છેલ્લાં 10 દિવસથી પાણી વહી રહ્યું છે, જેના કારણે રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે, શહેરને સ્માર્ટ બનાવાવનું બીડું મોંમા દબાવીને બેઠેલાં એકેય ભાજપી નેતાની નજરે આ સમસ્યા પડી નથી. આજે સવારના સમયે 5 વાહનચાલકોને અકસ્માત નડ્યો હતો. જેમાં એક યુવતી તો ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીની કારની આગળ જ રોડ પર ફસડાઈ ગઈ હતી. 10 દિવસથી વહેતાં પાણી તરફ ડેપ્યુટી મેયરનું ધ્યાન ભલે ના ગયું હોય, પરંતુ માર્ગ પર ફસડાઈ ગયેલી યુવતીને પાણી પીવડાવવાની ‘માનવતાં’ ડેપ્યુટી મેયરે દાખવી હતી.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ભાજપ દ્વારા મહામૃત્યુજંય મંત્રના જાપ કરવામાં આવ્યા હતાં. તો શું એવું કહી શકાય કે, કાલાઘોડા સર્કલ પાસેથી પસાર થતાં રાહદારીઓની સુરક્ષા માટે પણ મૃત્યુજંય જાપ કરીને કંઈ કર્યાનો સંતોષ પ્રાપ્ત કરવામાં આવશે. કે પછી વહેતું પાણી વહેલી તકે બંધ કરાવવામાં આવશે?
સતત વાહન વ્યવહારની અવરજવર ધરાવતાં કાલાઘોડા સર્કલ પાસે છેલ્લાં 10 દિવસથી પાણી વહી રહ્યું છે. ફૂટપાથ પર ચાલતાં લોકોના કપડાં પર ગંદું પાણી ઉડી રહ્યું છે. એ તો ઠીક પરંતુ, શહેર ભાજપા કાર્યાલય તરફથી એટલે કે સયાજીગંજ તરફથી ફતેગંજ તરફ વળતાં વાહનો સ્લિપ થવાના પણ બનાવો બની રહ્યાં છે. કોર્પોરેશન તંત્રના અધિકારીઓથી માંડી ભાજપના અગ્રણીઓ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે પરંતુ રાહદારીઓનો જીવ જોખમમાં મુકી શકે તેવી આ સમસ્યા દૂર કરવાનો કોઈને વિચારશુદ્ધા નથી આવ્યો! કંઈ નહીં તો પાણી કેમ વહી રહ્યું છે? એ જાણવાનો પણ કોઈ સત્તાધારીએ કર્યો હોય એવું પણ નથી લાગતું.
સ્માર્ટસિટીના ઠેકેદારો ઉંચી નજર નાંખીને ચાલતાં હોવાને કારણે કાલાઘોડા સર્કલ પાસેની જમીન પર સર્જાયેલી સમસ્યાને કારણે, આજે સવારના સમયમાં એક સાથે 5 વાહનો ભટકાઈ ગયા હોવાની વિગતો જાણવા મળે છે. જેમાં એક યુવતી અને એક ભાઈને ઇજા પહોંચી હતી. અકસ્માત સમયે ત્યાંથી પસાર થતાં ડેપ્યુટી મેયર નંદાબહેન જોશીએ કાર થોભાઈને ઇજાગ્રસ્ત યુવતીની મદદ કરવામાં આવી હતી. યુવતીને પાણી પીવડાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
શક્ય છે કે, ભાજપના સત્તાધારીઓની નજરે આ સાવ સામાન્ય સમસ્યા હોઈ શકે. એટલે વહેતું પાણી બંધ કરાવવાની તસ્દી ના લે તો કંઈ નહીં… પરંતુ, રાહદારીઓની સુરક્ષા માટે મૃત્યુંજય જાપ કરાવવાનું પુણ્ય કાર્ય કરે તે ઇચ્છનીય છે.
😛 (FunRang Joke) 😛
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz