- મકરપુરા SHE ટીમ – 1 દ્વારા મિશન ક્લિન, વ્યસનમુક્તિ, સાઈબર ક્રાઈમ અને એપ્લિકેશન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
- ફોર્ચ્યુન એન્જિનિયર ક્લાસીસના 45 જેટલાં વિદ્યાર્થીઓને સેલ્ફ પ્રોટેક્શન વિશે પણ સમજ આપવામાં આવી.
FunRang News. વડોદરા શહેરમાં મહિલાઓ તેમજ સિનિયર સિટીઝન્સ (વડીલો)ની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશન સહિતના મુદ્દા પર વિદ્યાર્થીઓને જાગૃત કરવાની કામગીરી મકરપુરા SHE ટીમ – 1 દ્વારા કરવામાં આવી હતી.
મકરપુરાના સિલ્વર રોક કોમ્પ્લેક્ષ ખાતે આવેલા ફોર્ચ્યુન એન્જીનિયર ક્લાસીસના 45 જેટલાં વિદ્યાર્થીઓને મકરપુરા પોલીસની SHE ટીમ દ્વારા આજે તા. 21 ડિસેમ્બર 2021ના રોજ જાગૃત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાઈબર ક્રાઈમ, વ્યસન મુક્તિ, મિશન ક્લિન તેમજ છેડતી, જાતીય સતામણી, ઘરેલું હિંસા, બળાત્કાર, અપહરણ જેવા મહિલાઓને લગતા ગુના અટકાવવા બાબતે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, શહેરમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોની સલામતી માટે SHE ટીમ રચાઈ હોવાની જાણકારી આપવામાં આવી હતી. અને મહિલાઓ અને વડિલોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલી “she team vadodara city” મોબાઈલ એપ્લિકેશન અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ સેલ્ફ પ્રોટેક્શન વિશે સમજ આપવામાં આવી હતી.
(એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો – આ લીટી પર ક્લિક કરો)
વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને જાગૃત કરવાના કાર્યક્રમમાં પી.આઇ. જે. આઇ. પટેલ, WASI વર્ષાબેન મણિલાલ, ASI રૂપસિંહ ગભીરસિંહ, ASI અનિલ મહાદેવ, WLRD ક્રિષ્નાબેન વરજાંગભાઈ, WLRD ચેતનાબેન નવલસંગભાઇ અને LRD રમેશભાઈ મહાભાઈ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg