• સેનેટ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની 9 ફેકલ્ટીની બેઠકો પર મતદાન કરાયું.
  • સૌથી વધુ 73 ટકા મતદાન પરર્ફોમિંગ આર્ટ્સ ફેકલ્ટીમાં સૌથી ઓછું 46.44 ટકા કોમર્સમાં.
  • આવતીકાલે તા. 20 ડિસેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરાશે.

FunRang News. M.S. Universityની સેનેટ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠકો પર આજરોજ મતદાન યોજાયું હતું. કોરોનાના ટેન્શન વગર યુનિ. કેમ્પસમાં ટોળે ટોળાં ઉમટ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ગઈકાલે જ વડોદરા પોલીસ કમિશનરે જાહેર સ્થળો પર 4 થી વધુ લોકોએ એકઠાં નહીં થવા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે, આ જાહેરનામાનો અમલ 21મી ડિસેમ્બરથી થનાર છે. માટે M.S. Universityની સેનેટની ચૂંટણીના મતદાન અને મતગણતરી બાદ તેનો અમલ થશે.

આ વર્ષ સેનેટનો ચુંટણી જંગ મુખ્યત્વે સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ વચ્ચે યોજાયો હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જીગરે ટીમ એમ.એસ.યુ. નામે પોતાના ઉમેદવારો જાહેર કર્યા બાદ ડૉ. વિજય શાહે ઐતિહાસિક નિર્ણય લઈને ભાજપ કાર્યાલય ખાતેથી ટીમ બીજેપીના સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા હતાં.

યુનિ. ભાજપ વિરુદ્ધ શહેર ભાજપના જંગમાં બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારોને જીતાડવામા માટે દોડધામ કરી હતી. કોમર્સ, આર્ટ્સ, ટેક્નોલોજી, હોમ સાયન્સ, ફાઈન આર્ટ્સ, પરર્ફોમિંગ આર્ટ્સ, સોશિયલ વર્ક, લૉ અને ફામર્સી એમ 9 ફેકલ્ટીઓની બેઠકો માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આજરોજ યુનિ. કેમ્પસ ખાતે સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠકનાં મતદાનનો પ્રારંભ બપોરે 12 વાગ્યે થયો હતો. જ્યારે સાંજે 5 વાગ્યે મતદાન પુરું થયું હતું. કુલ 11616 મતદારો પૈકી 6428 મતદારોએ મતદાન કરતાં કુલ 55.34 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ 73 ટકા મતદાન પરફોર્મિંગ આર્ટ્સમાં નોંધાયું હતું. જ્યારે 46.44 ટકા સાથે કોમર્સ ફેકલ્ટીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.

ફેમિલી એડ કોમ્પ્યુનિટ સાયન્સમાં 51 ટકા, ફાર્મસીમાં 66 ટકા, આર્ટ્સમાં 69.85 ટકા, ફાઈન આર્ટ્સમાં 49 ટકા, સોશિયલ વર્કમાં 70.05 ટકા, લૉ ફેકલ્ટીમાં 63 ટકા અને ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં 47.30 ટકા મતદાન નોંધાયું હતું.

આવતીકાલે મ.સ. યુનિ.ની હેડ ઓફિસ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારબાદ પરિણામો જાહેર કરવામાં આવશે. આવતીકાલે પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં આવનાર નહીં હોવાથી યુનિ. હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં લોકો ટોળે વળશે એ નક્કી વાત છે.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *