• પાણીગેટ વિસ્તારની વૈકુંઠ સોસાયટી આસપાસ અવાવરૂ જગ્યાઓમાં મહિલાઓની છેડતી કરતાં હતાં.
  • છેલ્લાં ત્રણ દિવસથી શી ટીમે ટપોરીઓને રંગેહાથ ઝડપી પાડવા જાળ બિછાવી હતી.
  • નંબર પ્લેટ વગરની બાઈક પર આવતાં ત્રિપુટી પૈકીના એકે સીટી મારી અને શી – ટીમ ત્રાટકી.
  • સમગ્ર ઘટનાક્રમનું વિડીયો શૂટિંગ કરવામાં પણ શી ટીમ સફળ રહી.

FunRang News. પાણીગેટ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી આસપાસની ઓછી અવરજવર ધરાવતી અવાવરૂ જગ્યાઓ પર મહિલાઓની છેડતી કરતી ત્રિપુટીને આજરોજ પાણીગેટ પોલીસની શી ટીમે રંગેહાથે ઝડપી પાડી હતી. તેઓની પાસેથી મળેલી બાઈક ચોરીની હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આ ત્રિપુટીએ રાવપુરા વિસ્તારમાંથી પણ સ્કૂટરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવા તેમજ રૂઆબ છાંટવા માટે હિતેષ ચંદુભાઈ રાઠોડ (રહે. સાંઈનાથ નગર, રબારીવાસ, ગાજરાવાડી, વડોદરા), રોહિત મંગાભાઈ રાઠોડિયા (રહે. ગણેશનગર, ડભોઈ રોડ, વડોદરા) અને ભરત મનસુખભાઈ દંતાણી (રહે. ક્રિષ્ણા હાઈટ્સ પાછળ ઝુપડાંમાં, ગણેશનગર રોડ, વડોદરા) વાહનોની ચોરી કરતાં હતાં. તેમજ વૈકુંઠ સોસાયટી આસપાસના વિસ્તારમાં મહિલાઓની છેડતી કરતાં હતાં.

હિતેષ, રોહિત અને ભરતની ત્રિપુટી દ્વારા કરાતી છેડતી અંગે કેટલીક મહિલાઓએ પાણીગેટ પોલીસ મથકના પી.આઈ. કે. પી. પરમારને માહિતી આપી હતી. જોકે, કોઈ મહિલા સામાજીક સંકોચને પગલે ફરિયાદ કરવા તૈયાર થઈ નહોતી. મહિલાઓની છેડતી કરનારા ટપોરીઓને ઝડપી પાડવા માટે પાણીગેટ પોલીસ મથકની શી ટીમ કાર્યરત થઈ હતી.

પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી કે, નંબર વગરની બાઈક પર ડબલ કે ટ્રીપલ સવારીમાં ફરતાં ટપોરીઓ અવાવરુ જગ્યામાંથી પસાર થતી યુવતીઓને જોઈને સીટી મારે છે. તેમજ તક મળે તો પીઠ પર ધબ્બો મારીને શારિરીક છેડછાડ કરીને ભાગી જાય છે.

પાણીગેટ પોલીસ મથકની શી ટીમે છેલ્લા ત્રણ દિવસથી આ ટપોરીઓને ઝડપી પાડવા માટે જાળ બિછાવી હતી. વિડીયો રેકોર્ડિંગ સાથે બિછાવાયેલી જાળમાં ટપોરીઓ ગઈકાલ સુધી સપડાયા નહોતાં. જોકે, આજરોજ ગોઠવાયેલી ટ્રેપ દરમિયાન બાઈક પર ત્રણ સવારી આવતાં ટપોરીઓને જોઈ સર્વેલન્સનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ શરૂ કરીને ઝાડીમાં સંતાઈ ગઈ હતી. જ્યારે શી ટીમની બે મહિલા પોલીસ કર્મીઓ સાદા વેશમાં બાઈક તરફ ચાલવા લાગી હતી. મહિલાઓની નજીક પહોંચતા જ બાઈક પર સવાર ત્રણ પૈકી એકે છેડતીના ઇરાદે સીટી મારતાં જ શી ટીમે ત્રણેયને ઘેરી લઈ ઝડપી પાડ્યા હતાં.

ત્રણેય ટપોરીઓને ફ્રીડમ પોલીસ ચોકી પર લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક પુછપરછમાં તેમની પાસેની બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. તેમજ રાવપુરા વિસ્તારમાંથી ટોળકીએ એક સ્કૂટરની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આગળ વધુ તપાસમાં અન્ય ગુનાઓ અંગેની હકીકતો ખુલવા પામે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

ટપોરી ત્રિપુટીને ઝડપી પાડવામાં પી.આઈ. કે. પી. પરમાર, સેકન્ડ પી. આઈ. એફ. આર. રાઠવા, પો.સ.ઈ. એ. બી. ગોહિલ તથા શી ટીમના એ.એસ.આઈ. નયનકુમાર, હે.કો. કૈલાસબહેન, વુ.પો.કો. વૃક્ષાબહેન, વૃ.લોકરક્ષક પુજાબહેન તેમજ સર્વેલન્સ સ્ટાફના હે.કો. શૈલેન્દ્રસિંહ, ભરતભાઈ, હિરેનભાઈ તથા અ.પો.કો. સિદ્ધરાજસિંહ, રવિન્દ્રકુમાર, હરેશભાઈ, હરદીપસિંહ, હસમુખભાઈએ સારી કામગીરી બજાવી હતી.

(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે.)

#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

Please subscribe my YouTube channel by clicking this link –

 https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *