- પંજાબ સરકારના વિરોધમાં શહેર ભાજપ દ્વારા કિર્તીસ્તંભથી ભગતસિંહ ચોક સુધીની મશાલ રેલી કઢાઈ.
- વોર્ડ નં. 2માં કૈલાષપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય જીતુ સુખડિયાની ઉપસ્થિતિમાં મહામૃત્યુંજય કાર્યક્રમ યોજાયો.
- વોર્ડ નં. 10, 12 અને 13માં વડાપ્રધાનના દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે મહામૃત્યુંજય જાપ પાઠ યોજાયા.
- સમી સાંજે કાઢવામાં આવેલી મશાલ રેલીને કારણે ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર અટકાવતાં, લોકો અટવાયાં.
Mehulkumar Vyas. [9978918796]
વડોદરા । પંજાબ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલાં ચેડાંના વિરોધમાં આજે વડોદરા શહેર ભાજપ દ્વારા સાંજે 6 વાગ્યાના સુમારે મશાલ રેલી કાઢવામાં આવી હતી. વાહન વ્યવહારથી ધમધમતાં કિર્તીસ્તંભથી ભગતસિંહ ચોક – ન્યાયમંદિર સુધીના માર્ગ પર સમી સાંજે કાઢવામાં આવેલી મશાલ રેલીને કારણે, ટ્રાફિક પોલીસે વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. જેને પગલે નરેન્દ્ર મોદીએ જેમને CM કહેતાં કોમનમેન ગણાવ્યા છે એવાં સામાન્ય નાગરીકોને હેરાનગતિ ભોગવવી પડી હોવાનું જાણવા મળે છે.
આજે સાંજે 6 વાગ્યે કિર્તીસ્તંભથી ભગતસિંહ ચોક સુધી કાઢવામાં આવેલી મશાલ રેલી અંગે શહેર ભાજપની યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, તારીખ ૫મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભટીંડા એરપોર્ટ પરથી ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર થી મુસાફરી શક્ય ન હોવાના કારણે રસ્તા માર્ગે મુસાફરી કરી રહ્યા હતા અને પંજાબના ડીજીપીએ તમામ રસ્તાઓ સુરક્ષિત અને કલીયર હોવાની પરવાનગી આપી હતી પરંતુ ફિરોજપુર મોઘા રોડ ઉપર રેલી ના સ્થળથી ૧૧ કિલોમીટર દૂર ફ્લાય ઓવર પર ૨૦૦ જેટલા ખેડૂતો રોડ બંધ કરી આંદોલન કરી રહ્યા હતા આથી વડાપ્રધાનના કાફલા ને પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં જ રોકાયેલા રહેવું પડ્યું હતું અને રેલીના સ્થળે પહોંચી શકાયું ન હતું.
છેવટે વડાપ્રધાનને ભટીંડા એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું અને વડાપ્રધાનશ્રી નો આગળનો સમગ્ર કાર્યક્રમ બંધ રહ્યો હતો અને સમગ્ર ઘટનાક્રમ માં પંજાબ ની કોંગ્રેસ સરકાર દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં અસહ્ય છીંડા અને બેદરકારી જોવા મળ્યા હતા અને વડાપ્રધાન ના જીવને જોખમ માં મૂકવાનું બેહુદુ કૃત્ય પંજાબ ની ચૈની સરકારે કર્યુ હતું આથી સમગ્ર ભારત દેશમાંથી પંજાબ ની કોંગ્રેસ સરકાર નો ઠેર ઠેર આ બાબત ને લઈને વિરોધ થઈ રહ્યો છે અને લોકો પંજાબ ની કોંગ્રેસ સરકાર નું રાજીનામું માગી રહ્યા છે. ભૂતકાળમાં જવાહરલાલ નેહરૂ ની કોંગ્રસ સરકારની આવા જ પ્રકારની ગંભીર ક્ષતિઓ કારણે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નું કાશ્મીરમાં રહસ્યમય રીતે અવસાન થયું હતું અને તેમના મૃત્યુ નું કારણ આજ દીન સુધી જાણી શકાયું નથી જેનો રંજ ભાજપ નો દરેક કાર્યકર સેવી રહ્યો છે.
ત્યારે વડોદરા શહેર ભાજપા સંગઠન ધ્વારા પંજાબ સરકાર ના આવા બેજવાબદાર અને વડાપ્રધાનશ્રી ની સુરક્ષાને હોડમાં મુકવાના નાપાક કૃત્ય બદલ એક મશાલ રેલીનું આયોજન કીર્તિસ્તંભ થી શહીદ ભગતસિંહ ચોક લાલ કોર્ટ સુધી કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેર ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યમાં હાજર રહ્યા હતાં. સદર કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્, વડોદરા મહાનગર સહ પ્રભારી શ્રીમતી દર્શનાબહેન દેશમુખ, શહેર અધ્યક્ષ ડૉ.વિજયભાઈ શાહ, રાજ્ય સરકારના પ્રભારી માન. મંત્રી પ્રદિપભાઈ પરમાર, માન. મંત્રી મનીષાબહેન વકીલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, માન. મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી જીતુભાઈ સુખડીયા, શ્રીમતી સીમાબહેન મોહિલે, પ.પુ. ૧૦૮ શ્રી પંકજકુમાર ગોસ્વામી, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેશન ના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અને વિવિધ વોર્ડ ના કાર્યકરો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા અને મશાલ રેલી ને સફળ બનાવી હતી.
આવા પ્રકારના નાપાક કૃત્યો સામે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ઉપર ભગવાન ભોળાનાથ ની કૃપા દ્રષ્ટિ કાયમ માટે બની રહે તે માટે વોર્ડ નંબર ૨ માં કૈલાશપતિ મહાદેવ મંદિર ખાતે સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટ અને ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાની ઉપસ્થિતિમાં મહામૃત્યુંન્જય જપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ ૧૦ માં ઇસ્કોન મંદિર ખાતે દંડક શ્રી ચિરાગ ભાઈ ની ઉપસ્થિતિ માં, વોર્ડ ૧૨ માં કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રીમતી સીમાબહેન મોહિલે ની હાજરી માં તથા વોર્ડ ૧૩ માં મદન ઝાપ રોડ ખાતે રામજી મંદિર માં કાર્યકરો એ ભેગા મળી મહામૃત્યુંન્જય જપ ના પાઠ કરી ભગવાન ભોળાનાથ પાસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સુરક્ષના ની અને દીર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરી હતી.
🙂 (FunRang Joke) 🙂
પકડુઃ ટાઈગર તને ખબર છે આ કોરોના બહુ અભિમાની વાઈરસ છે.
ટાઈગરઃ એમ… એ કેવી રીતે?
પકડુઃ જો… કોરોના એની જાતે ઘરમાં ના આવે, એને લેવા તમારે જ બહાર નિકળવું પડે. હાથ ધોઈ નાંખો તો ખોટું માની જાય, અને મોં પર માસ્ક રાખો તો ઓળખે પણ નહીં… બોલે છે ને અભિમાની…
ટાઈગરઃ એ ખરું હોં…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz